પૂછો તો ખરા…

સ્વર: મનોજ દવે, દિપાલી સોમૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા

પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર
દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર
આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે? પૂછો તો ખરા

દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા

મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે ? પૂછો તો ખરા

Please follow and like us:
Pin Share
 1. December 20th, 2007 at 07:13 | #1

  એક સુંદર ગીત આપવા બદલ ખૂબ ખૂબ આભાર.

  ખરેખર, ફરી ફરી સાંભળવું ગમે તેવું ગીત, ફિલ્મ પારકી થાપણ માં હતું.

  ઇન્દ્રવદન

 2. June 15th, 2008 at 08:41 | #2

  વાહ્…….. નીરજ,

  સુઁદર શબ્દોને સુઁદર સ્વર મળે તો
  આટલી અદ્.ભૂત રચના સર્જાય ……

 3. Rakesh Shah
  March 26th, 2009 at 20:40 | #3

  i am happy to see youe collection
  Thankyou very very much,i like to hear this gujrati song , garba,gazel.
  oncs again thank you very much
  Rakesh Shah

 4. Tejas Dixit
  April 12th, 2009 at 21:15 | #4

  Hello Nirajbhai…..
  Aa git khub saras chhe
  thnx a lot for putting it here…..

 1. No trackbacks yet.