ચરર ચરર મારું ચકડોળ – અવિનાશ વ્યાસ

આલ્બમ: અમર સદા અવિનાશ

સ્વર: વિનોદ રાઠોડ



ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડચૂં ચીંચીં ચાકડચૂં ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે,
ચરર ચરર….

ઓ લાલ ફેંટાવાળા, ઓ સોમાભાઇના સાળા,
ઓ કરસનકાકા કાળા, ઓ ભુરી બંડીવાળા,
મારું ચકડોળ ચાલે, ચાકડચૂં ચીંચીં ચાકડચૂં ચીંચીં તાલે,
ચરર ચરર….

અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હિંચકો હાલે,
નાનાં મોટાં, સારા ખોટાં, બેસી અંદર મ્હાલે,
અરે બે પૈસામાં બાબલો જોને આસમાનમાં ભાળે,
ચાકડચૂં ચીંચીં ચાકડચૂં ચીંચીં તાલે,
ચરર ચરર….

ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,
ઘડીમાં ઉપર, ઘડીમાં નીચે, ભાગ્ય એવું સૌનું ફરતું,
દુ:ખ ભુલીને સુખથી ઝુલો નસીબની ઘટમાળે,
ચાકડચૂં ચીંચીં ચાકડચૂં ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે,
ચરર ચરર…