Home > અવિનાશ વ્યાસ, ગીત > છાનું રે છપનું… – અવિનાશ વ્યાસ

છાનું રે છપનું… – અવિનાશ વ્યાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

છાનું રે છપનું કંઇ થાય નઇ, થાય નઇ,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ…
છાનું રે છપનું…

એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ…
છાનું રે છપનું…

આંખો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણોએ મળવું મળાય નઇ…
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ…
છાનું રે છપનું…

નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લુંટાય નઇ…
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ…
છાનું રે છપનું…

  1. neetakotecha
    October 22nd, 2007 at 03:17 | #1

    આજે બધા પ્રિય ગીત સાથે જ સાંભળી લેવા છે. ખુબ સુંદર નીરજ ભાઈ.

  2. janak
    July 17th, 2008 at 01:16 | #2

    excellent collection

  3. November 26th, 2008 at 19:00 | #3

    આશા ભોંસલે ના અવાજ માં આ ગીત સાંભળવા મળે તો ઉત્તમ.

  4. madhukar
    December 5th, 2008 at 18:04 | #4

    ખુબ સરસ ગીત. આશા ભોંસલે ના સ્વર માં સાંભળવા મળે તો ગમશે.

  5. shrey_shrey
    June 5th, 2010 at 08:48 | #5

    નીતા ની જેમ મારે પણ આજે જ બધા ગમતા ગીતો સાંભળી લેવા છે.
    ખેર, સ્વર અને સ્વરાંકન કોનું??

  1. No trackbacks yet.