મૌન કહો તો – નીલેશ રાણા

આલ્બમ: મિજાજ

સ્વર: સોલી કાપડિયા



મૌન કહો તો એક શબ્દ છે, આમ જુઓ તો વાણી.
આભથી જુઓ બરફ પડે ને, પળમાં વહેતું પાણી.

જળની કુંડળી પરપોટામાં શાને જાય સમાઈ,
પત્થરમાંથી ઝરણું ક્યાંથી પ્રગટે એજ નવાઈ,
નદી સરોવર સમદર જળની જુજવી હોય કહાણી.

રેતી પર એક નામ લખું ને પવન ભુંસતો જાય,
જળમાં તારું નામ લખું તો તરંગમાં લહેરાય,
લઈ રહસ્યો પછી જિંદગી બેઠી ઘુંઘટ તાણી.