Home > અવિનાશ વ્યાસ, ગીત, શ્યામલ મુન્શી > આ આદિ-અંતની સંતાકૂકડી – અવિનાશ વ્યાસ

આ આદિ-અંતની સંતાકૂકડી – અવિનાશ વ્યાસ

September 17th, 2008 Leave a comment Go to comments

સ્વર: શ્યામલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ આદિ-અંતની સંતાકૂકડીમાં હું જેની સાથે આથડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

માને ખોળે પડી આંખ ઉઘડી આંખો સામે જે ખડું,
પ્રથમ પગથિયે જાત ઝુલાવે ઘોડિયું તે લાકડું.
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

બાળપણામાં ભૂખના દુ:ખે રડતું મનનું માંકડું,
ત્યારે ધાવણીના રૂપમાં માડી મુખમાં મૂકે લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

પા પા પગલી ભરતાં ભરતાં ઘડી ચાલું ને ઘડી પડું,
કેમ ચાલવું જગમાં શીખવે ઠેલણગાડી લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

કંકુ શ્રીફળ માણેકસ્તંભ માંડવો, ચતુર પંખનું પાંદડું,
કહેશે ક્યારે કોની સાથે નથી સંકળાયું લાકડું.
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

ઓશિયાળા એશીં વર્ષે જ્યારે અંગ બને છે વાંકડું,
ઘડપણનો સથવારો હાથે લાકડીએ લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

સંગ સુનારી નારી અહીં રહી રડતી કેવળ રાંકડું,
સંગ સૂતું ચિતાની સાથે ભવભવનો સાથી લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

Please follow and like us:
Pin Share
  1. September 17th, 2008 at 10:42 | #1

    મને ઘણો આનંદ થાય છે તમારી આ કરામતથી, સુર અને શબ્દ એકસાથે, મારે જાણવું છે એ કેવી રીતે થાય.
    ઘણો ઘણો આભાર.
    કાંતિલાલ પરમાર
    હીચીન

  2. pragnaju
    September 17th, 2008 at 16:19 | #2

    અવિનાશ વ્યાસની અમર રચના
    ડૉ,શ્યામલનાં સ્વરમા અદભૂત લાગે છે!
    તેમનો વ્યવસાય તો ઘરડાને જુવાન દેખાડવાનો!
    ઓશિયાળા એશીં વર્ષે જ્યારે અંગ બને છે વાંકડું,
    ઘડપણનો સથવારો હાથે લાકડીએ લાકડું,
    આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.
    આ પક્તીઓ એક
    ક શી સ.

  3. Vinod Thakker
    February 11th, 2010 at 00:52 | #3

    Excellent!

  4. nilam doshi
    August 2nd, 2010 at 12:49 | #4

    superb… enjoyed…

  5. Manish Panchal
    November 6th, 2017 at 10:06 | #5

    ખુબ સુંદર પ્રયાસ … પણ મન્નાડેજી ના સ્વર માં સાંભળવા નો ખુબ અદભુત આનંદ આવે છે .

  1. No trackbacks yet.