Home > માધવ રામાનુજ, શ્યામલ મુન્શી > એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર – માધવ રામાનુજ

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર – માધવ રામાનુજ

September 18th, 2008 Leave a comment Go to comments

સ્વર: શ્યામલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,
મથુરાથી એકવાર માથે મૂકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર.

પાણી તો ધસમસતા વહેતા રહે ને આમ ગોકુળમાં વહેતી થઈ વાતો,
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને આમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં શેરીમાં પનઘટ કે હૈયામાં બાજી રહ્યા છે નૂપુર.

ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ કંઈ જોવામાં થાય નહીં ભૂલ,
એવું કદંબવૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ આંખોમાં ઝલમલતું નૂર.

કાંઠો તો યમુનાનો પૂનમ ગોકુળીયાની વેણ એક વાંસળીના વેણ,
મારગ તો મથુરાનો પીંછુ તો મોરપિંછ નેણ એક રાધાના નેણ,
એવા તે કેવા ક્હેણ તમે આવીયા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર.

Please follow and like us:
Pin Share
  1. pragnaju
    September 18th, 2008 at 15:12 | #1

    માધવની આ અમર પંક્તીઓ
    કાંઠો તો યમુનાનો પૂનમ ગોકુળીયાની વેણ એક વાંસળીના વેણ,
    મારગ તો મથુરાનો પીંછુ તો મોરપિંછ નેણ એક રાધાના નેણ,
    એવા તે કેવા ક્હેણ તમે આવીયા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર.
    … મધુરા સ્વરમાં માણતા જ આંખ ભીની થઈ
    અને મનમા પ્રસન્નતા

  2. Rekha Sindhal
    September 18th, 2008 at 23:39 | #2

    યમુના અને કૃષ્ણ સાથે જાણે ભવભવનો નાતો તેવી સુંદર માધવ રામાનુજની રચના સાંભળી ખુબ આનંદ થયો. આભાર નીરજભાઈ !

  3. September 19th, 2008 at 02:10 | #3

    શું સુંદર શબ્દો ..!!! હૈયું પુલકિત થઇ ગયું..!!

  4. Naishadh Pandya
    September 19th, 2008 at 05:54 | #4

    બહુજ સુદર રચના ગવાયુ પણ સુદર

  5. ksh
    September 21st, 2008 at 02:20 | #5

    શ્યામલભાઈ, મઝા આવી ગઈ દોસ્ત, ધન્યવાદ!!

  6. September 21st, 2008 at 16:46 | #6

    હું જુદા રાગમાં આ ગીત શીખી છું. મને ખૂબ ગમે છે આ ગીત.

  7. July 28th, 2009 at 13:09 | #7

    તમારુ ગાયેલું અમને સાંભળવું ગમશે … @Neela

  8. drsedani
    May 26th, 2011 at 19:44 | #8

    આ સ્વર રચના સ્વર્ગસ્થ પરેશ ભટ્ટ ની છે! શ્યામલ ભાઈ એ સરસ ગયું છે!

  1. No trackbacks yet.