બેડલું ચડાવ રે ગિરિધારી..
હા હા રે ઘડૂલીયો ચડાવ રે ગિરિધારી
હે ઘેર વાટ્યું જોવે છે મા ભોળી,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.
તારા માથાનો અંબોડો રે ગિરિધારી,
હે જાણે છૂટ્યો તેજી ઘોડો,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.
તારી આંખ્યુનો ઉલાળો રે ગિરિધારી,
હે જાણે દરિયાનો હિલોળો,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.
તારા હાથ્યુંની કલાયું રે ગિરિધારી,
હે જાણે સોનાની શરણાયું,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.
તારા હાથ્યુંની આંગળીયું રે ગિરિધારી,
હે જાણે ચોળા મગની શીંગું,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.
તારા પેટળીયાનો ફાંદો રે ગિરિધારી,
હે જાણે પૂનમ કેરો ચાંદો,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.
No related posts.









ઘ્નૂજ બુલુન્દ અને લયકારી !!! કલાકારનુ નામ નથી તે જનાવશો.
ઘનુજ તાલબધ્ધ અને બુલન્દ!!! કલાકારનુ નામ જનાવશો.
સુંન્દર ગરબો છે
ગીતમા રહી ગયેલું
બેડલું ચડાવ રે ગિરિધારી..
માણી યાદ આવે તે દિવસો
VERY BEAUTIFUL GARBO