Home > અલ્કા યાજ્ઞીક, કાંતિ અશોક, ગરબા-રાસ, પ્રફુલ્લ દવે > ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય – કાંતિ અશોક

ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય – કાંતિ અશોક

October 7th, 2008 Leave a comment Go to comments

સ્વર: પ્રફુલ દવે, અલ્કા યાજ્ઞીક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય,
ના ના રે રહેવાય, ના ના રે સહેવાય,
ના કોઈ ને કહેવાય..

ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય,
તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય,
મારાં હૈયામાં કૈં કૈં થાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

ઓ રે ઓ રે મેઘ વરસે ને ભીંજે ચીર..
હાય હાય હાય વાગે તીર, વાગે તીર.
ઓ રે ઓ રે તારું ચંદંન સરીખું શરીર,
હાય હાય હાય નીતરે નીર, નીતરે નીર.
રૂપ દૂર થી જોવાય, ના ના રે અડકાય,
ઇ તો અડતા કરમાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

ઓ.. મારે નેણ લજ્જા લહેરે છે..
હો.. તારા રૂપ ની ભીનાશ તને ઘેરે છે.
હું તો સંકોરુ કાય, અંગ અંગથી ભીંસાય,
મને મરવાનું થાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

હાય રે.. ઓલી વીજળી કરે ચમકાર,
હાય હાય હાય વારંવાર..
ઓ રે.. ઈ તો હૈયાનાં સાંધે તાર,
હોયે હોયે હોયે નમણી નાર..
મારું મનડું મુંજાય, એવે લાગી રે લ્હાય
ના ના રે બુજાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

  1. suresh jani
    October 7th, 2008 at 14:24 | #1

    આ જુઓ અને હસો –

    http://dhavalrajgeera.wordpress.com/2006/10/04/odhani/

  2. pragnaju
    October 7th, 2008 at 16:54 | #2

    પ્રફુલ- અલ્કાના સ્વરમા મધુર ગાયકી..

  3. October 8th, 2008 at 17:31 | #3

    સરસ રચના બહ ગમ્ય્ઉ

  4. October 13th, 2008 at 22:15 | #4

    ભાઈ..ભાઈ ..મારો ફેવરીટ ગરબો છે આ,આ ગરબો ગવાતો હોય ત્યાં આપણે ગરબો
    ગાઈજ લઈએ.

  1. No trackbacks yet.