તારા સૌ બાળક પ્રભુ – રતિલાલ નાઇક
સ્વર: દ્રવિતા ચોક્સી
તારા સૌ બાળક પ્રભુ, તારો માંગે સાથ;
ઝાલી હાથ ચલાવ તું, દોરી સાચી વાટ.
કાને સાચું સાંભળે, સાચું દેખે નૈન;
કામ બધાં સાચાં કરે, સાચાં કાઢે વેણ.
રમે બધાંયે સાથમાં જમતાં સાથે તેમ;
ભળી બધાં ભેગાં મળી રાખી ઉંચી નેમ.
જગમાં સૌ સુખીયા બને, સાજા ને બળવાન;
સ્થાય ભલું સૌ કોઈનું, બધાં બને ગુણવાન.
Related posts:









દ્રવિતાના અજાણ્યો
સ્વરમા
બાળગીત
મધુર…
અદભુત્!!! ઘનુજ ભાવવાહિ, ઉપનિશ્દની ભાવનાને સુસન્ગત વિશ્વ કલ્યાનની ભાવનાવાલુ દ્રવીતાના સુરિલા સ્વરોમા ને સુરીલા સન્ગીત સાથે, આવા સુન્દર બાલગીત ગાવા માતે દ્રવીતા અને સહકલાકારોને અમારા હાર્દીક અભિનન્દન્!!
દ્રવિતા ચોક્સી નું ગાયન નામ પ્રમાણે હ્રદયદ્રાવક છે. થોડીક સંજીવની ની યાદ અપાવે છે પણ એમની પધ્ધતિ મા ગુજરાતી લહેકો ઘણો સરસ છે.
દ્રવિતા કે ધ્રવિતા ચોક્સી?