રણકાર


« | »

વરસો જવાને જોઈએ – અમૃત ‘ઘાયલ’

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વરસો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો,
આશ્ચર્ય વચ્ચે એમનાં આંગણમાં જઈ ચડ્યો.

પૂછો નહીં આજ તો ક્યાં નીકળી ગયો?
કાજળ સ્પર્શવા જતાં કામણમાં જઈ ચડ્યો.

અંધાર મુક્ત થઈ ન શક્યો રોશની મહીં,
આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઈ ચડ્યો.

કંઈ ચાંદની જ એવી હતી ભાન ના રહ્યું,
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઈ ચડ્યો.

‘ઘાયલ’ ગયો’તો કેમ સુરાલયમાં શું કહું?
ખૂબ જ હતો હું આજ વિમાસણમાં જઈ ચડ્યો.

Related posts:

Posted on Thursday, October 23rd, 2008 at 10:24 am
Categories: અમૃત ‘ઘાયલ’, ગઝલ, મનહર ઉધાસ.

One Response to “વરસો જવાને જોઈએ – અમૃત ‘ઘાયલ’”


  1. અંધાર મુક્ત થઈ ન શક્યો રોશની મહીં,
    આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઈ ચડ્યો.

    કંઈ ચાંદની જ એવી હતી ભાન ના રહ્યું,
    જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઈ ચડ્યો.
    વાહ
    અને મનહરનો મઝાનો સ્વર્

Leave a Reply




Copy Protected by Chetan's WP-CopyProtect. ← Exit Mobile Edition