રામ સભામાં અમે – નરસિંહ મહેતા
સ્વર: કરસન સગડિયા
રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં,
પસલી ભરીને રસ પીધો રે..
હરિનો રસ પુરણ પાયો..
પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો જી,
બીજે પિયાલે રંગની રેલી રે..
ત્રીજો પિયાલો મારાં રોમે રામે વ્યાપ્યો,
ચોથે પિયાલે થઈ છું ઘેલી રે.. રામ સભામાં..
રસ બસ એક રૂપરસિયા સાથે,
વાત ન સુઝે બીજી વાટે રે..
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે,
તે મારા મંદિરીયામાં મ્હાલે રે.. રામ સભામાં..
અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં,
અખંડ સૌભાગી અમને કીધાં રે..
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી,
દાસી પરમ સુખ પામી રે.. રામ સભામાં..
Related posts:









very nice song. વિભા દેસાઇ વધારે સારુ ગાયુ .
ખુબ જ સારુ લાગ્યુ ગુજરાતી મા આટલુ કામ થયુ તે જોઇ ધન્યવાદ
awesome singing , simply speechless
ખુબ્જ સરસ મજન ગેીત્
અ તો બહુજ સર્સ ભજ્નો ચે,ઓલ્દ થે બેસ્ત્
its reali nice bahajans,all the best,pls can i have bhajans from raja bharatri pls,
Hi, Like the site very much and am a very big bhajans fan, would like to sing some, but can’t read gujarati, is it possible to translate the words in english.
thanks for you help in advance