Home > અંકિત ત્રિવેદી, ગીત, રવિન નાયક > રાત આખી આસપાસ – અંકિત ત્રિવેદી

રાત આખી આસપાસ – અંકિત ત્રિવેદી

December 2nd, 2008 Leave a comment Go to comments

સ્વર: રવિન નાયક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી,
આંસુથી મેલા આ આંખોનાં આંગણાને,
વાળીને હમણાં પરવારી હો..

સૂરજનાં તાંતણામાં ડૂબેલી ઘટનાઓ,
ફાનસનાં અજવાળા ચૂએ;
પડછાયા ઓગળીને અંધારું થાય,
અને શમણાની ઓસરીમાં રૂએ.
બારીને ઝાપટીને ચોક્ખી કરૂં ત્યાંતો,
સેપટ ઉડે છે અણધારી હો..
રાત આખી આસપાસ..

ચુલા પર સાચવીને કરવા મૂક્યો છે,
મેં પાછલી ઉમરનો વઘાર;
આંખોની નીચેનાં કુંડાળા શોભે છે,
વેદાનાનો લીલો શણગાર.
સૂની અગાસીનાં ટેકાએ ઉભેલી,
પૂનમ થઈ છે અલગારી હો..
રાત આખી આસપાસ..

Please follow and like us:
Pin Share
  1. December 2nd, 2008 at 12:47 | #1

    સુંદર …!

  2. December 4th, 2008 at 14:10 | #2

    સુંદર શબ્દો … સુંદર સ્વરાંકન…. !!

  3. December 6th, 2008 at 22:09 | #3

    સુંદર રચના… આભાર નીરજ… 🙂

  4. December 22nd, 2008 at 03:55 | #4

    see poems, stories & novel on the web site. I don’t know how to send it to you. You may use it.

  5. March 26th, 2009 at 16:23 | #5

    વાહ નિરજ, ખરેખર રવિન નાયક ને સાંભળવાની ખુબ જ મજા આવી ગઈ

    Expect more song of Ravin Naik

  6. Dushyant Dave
    October 29th, 2009 at 09:55 | #6

    Can you please add some songs of Hemu Ghadvi and Ismile Valera

  1. No trackbacks yet.