Home > અનુપ જલોટા, ઇસુભાઈ ગઢવી, કૃષ્ણગીત > કાન તને રાધા ગમે કે મીરાં? – ઇસુભાઈ ગઢવી

કાન તને રાધા ગમે કે મીરાં? – ઇસુભાઈ ગઢવી

December 3rd, 2008 Leave a comment Go to comments

સ્વર: અનુપ જલોટા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કાન તને રાધા ગમે કે ગમે મીરાં?
એકે કાળજ કરવત મેલ્યાં, એકે પાડ્યા ચીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

એકે જોબન ઘેલી થઈને તુજને નાચ નચાવ્યો;
એકે જોબન ઘૂણી માથે તારો અલખ જગાવ્યો.
એકે તુજને ગોરસ પાયાં, એકે ઝેર કટોરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

પચરંગી પાનેતર તું વિણ રાધે કદી ન પહેર્યા;
મખમલિયો મલીર મીરાંનાં અંગે કદી ન ઓઢીયાં.
એકે ઓઢી શ્યામ ઓઢણી, એકે ભગવત લીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

મલક બધાનો મેલી મલાજો રાધા બની વરણાગણ;
ભરી ભાદરી મેલી મહેલા તો મીરાં બની વીજોગણ.
એક નામની દરદ દીવાની, બીજી શબદ શરીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

કીધું ક્રિષ્નએ પૂછો એટલું મળે ક્યાંય જો રાધા;
મળે ક્યાંય તો પૂછો મીરાંને કોને વહાલો માધા?
મોરે અંતર રાધા વેણુ વગાડે, ભીતર મીરાં મંજીરા!
કાન કહે મારે બે સરખાં રાધા-મીરાં!
કાન તને રાધા ગમે કે મીરાં?

Please follow and like us:
Pin Share
  1. December 4th, 2008 at 14:08 | #1

    superb….. !!

    એક રાધા એક મીરાં……
    બન્નેને શ્યામ વ્હાલો અને શ્યામને બન્ને !!

  2. December 18th, 2008 at 22:35 | #2

    સ્નેહી શ્રી આપનો આ પ્રયત્ન સુન્દરઅને અદભુત લાગ્યો .

  3. December 18th, 2008 at 23:14 | #3

    ધન્યવદ
    I WANT TO WRITE A LOT BUT THE SOME WORDS DO NOT COME TRUE IN GUJARATI & CORRECT TOO !TRIED & TRIED .BUT FAILED ! THERE MAY FAULT INMY KEY BOARD .
    i APRICATE U & YOURS BEST SERVICE LIKE THIS . THANKS 4 YOUR KIND COOPRATION

  4. December 18th, 2008 at 23:35 | #4

    I WILL TRY TO WRITE IN BEST & CORRECT GUJARATI ,HAVING FREE T

    IME LATER ON .I LIKE TO WRITE IN MY BELOVED GUJARATI
    ONCE AGAIN THANK U . HAVE A GREAT DAY
    Y

    OURS MAHESHBHAI . JAYSHREE KRISHNA ..

  5. March 20th, 2010 at 18:19 | #5

    very good i want write that,s best

  6. March 20th, 2010 at 18:26 | #6

    Thanky I want write a lot but i dont have word.very good. Kunjan Bharat

  7. pradip n patel
    April 23rd, 2014 at 12:41 | #7

    બહુ સરસ આનંદ થયો

  1. No trackbacks yet.