Home > દિપાલી સોમૈયા, પ્રાર્થના-ભજન, મીરાંબાઈ > રામ રાખે તેમ રહીએ – મીરાંબાઈ

રામ રાખે તેમ રહીએ – મીરાંબાઈ

સ્વર: દિપાલી સોમૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રામ રાખે તેમ રહીએ…. ઓધવજી… રામ રાખે તેમ રહીએ..
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… રામ રાખે તેમ રહીએ…

કોઇ દિન પહેરણ હિર ને ચીર તો કોઇ દિન સાદા ફરીએ,
કોઇ દિન ભોજન શિરો ને પૂરી તો કોઇ દિન ભુખ્યાં રહીએ,
ઓધવજી.. રામ રાખે તેમ રહીએ…

કોઇ દિન રહેવાને બાગ-બગીચા તો કોઇ દિન જંગલ રહીએ,
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા તો કોઇ દિન ભોંય પર સુઇએ,
ઓધવજી.. રામ રાખે તેમ રહીએ…

બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરના ગુણ સુખ-દુ:ખ સર્વે સહીએ
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… ઓધવજી.. રામ રાખે તેમ રહીએ…

  1. December 17th, 2008 at 01:07 | #1

    અ આ ઇ ઈ ઉ ઊ એ એ ઐ ઑ ઓ અં અ:

  1. No trackbacks yet.