Home > કૃષાનુ મજમુદાર, ગીત, નિરંજન ભગત > પૂનમને કહેજો કે – નિરંજન ભગત

પૂનમને કહેજો કે – નિરંજન ભગત

March 23rd, 2009 Leave a comment Go to comments

સ્વરાંકન/સ્વર: કૃષાનુ મજમુદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પૂનમ ને કહેજો કે પાછી ન જાય,
ઉગી ઉગી ને આમ આછી ન થાય.

આંખોનાં અજવાળા ઘેરી ઘૂમટે
ઝૂકેલી વિજને ઝરુખડે,
ઉઘાડે છોગ આજે છલકંતા ઉમટે
રૂપનાં અંબાર એને મુખડે.
સોળ કળાએ એની પ્રગટી છે કાય,
પૂનમને કહેજો કે પાછી ન જાય.

માને ના એક મારી આટલી વાતને
તોય ભલે આજે તો નીતરે,
આવતી અમાસની અંધારી રાતને
ચંદન ચારેકોર ચીતરે.
આંખડીને એવા અજવાળી અપાય
ઉગી ઉગીને ભલે આછી તો થાય,
પણ પૂનમને કહેજો કે પાછી ન જાય.

Please follow and like us:
Pin Share
 1. March 23rd, 2009 at 12:36 | #1

  સુંદર રચના…

 2. bharti
  March 23rd, 2009 at 16:11 | #2

  અમાસ જ્યારે સમીપ હોય ત્યારે પૂનમ ના અજ્વાશ પીવા કોને ન ગમે?

 3. March 23rd, 2009 at 23:31 | #3

  નિરજભાઇ ગીત સાંભળી શકાતું નથી.’File not found’ એવો મેસેજ આવે છે.

 4. Chandra
  March 26th, 2009 at 20:24 | #4

  amaas ni raatre punam to sole kala e sampurna hoi chhe
  kone jovo na game…….samudra ni ot pan punam paraj
  nirbhar hoi chhe…..
  Ati sundar. Thanks for this Ghazal.

 5. M.D.Gandhi, U.S.A.
  March 27th, 2009 at 18:27 | #5

  બહુજ સુંદર રચના છે. શબ્દો બહુ રસીક અને નવીનતા ભર્યા છે.

 6. યજ્ઞાંગ પંડયા
  October 11th, 2011 at 17:46 | #6

  એકદમ સુંદર સ્વર શબ્દ નો સુમેળ …!!

 7. Kanubhai Suchak
  October 14th, 2011 at 04:07 | #7

  પૂનમને કહેજો આમ પાછી ન જાય ,
  ઉગી ઉગીને આમ આછી ન થાય.
  મુખડામાં આ વાત કહીને ભગતસાહેબ છેલ્લા અંતરામાં સોળે કળાએ પ્રગટેલી પૂનમને નીતરી જઈ આંખોમાં અજવાળાં ભરી જવા કહે છે. જે જવાની જ છે તેને આ રીતે કહે છે કે ઉગી ઉગીને ભલે આછી તો થાય,
  પણ પૂનમને કહેજો કે પાછી ન જાય, અંતરમાં અજવાસના સાતત્યની ઈચ્છા દ્વારા કવિકર્મ સિદ્ધ થયું છે. .

 8. Sanjay Patel
  May 2nd, 2012 at 05:43 | #8

  Rachna sundar, Nayan Pancholi also did very good swar rachana on this Kavita.

 9. May 2nd, 2012 at 11:53 | #9

  ખુબ સરસ લખ્યુ છે. પુનમને કહેજો કે પાછી ના……………………………

 1. No trackbacks yet.