Home > ગીત, મનસુખ વાઘેલા, સોનલ રાવલ > આંખો ભીની હૈયું ભીનું – મનસુખ વાઘેલા

આંખો ભીની હૈયું ભીનું – મનસુખ વાઘેલા

March 24th, 2009 Leave a comment Go to comments

ફિલ્મ: આખનું રતન
સ્વર: સોનલ રાવલ

આંખો ભીની, હૈયું ભીનું, આસું ભીનાં તારાં,
મારે ખાતર રોકી લે તું ધકતી આસુંધારા.

મને ખબર ને તને ખબર છે સાવ જિંદગી નાની
પગલું મારું હવે પડે ત્યાં છાપ નથી પડવાની,
રેતી કોરી, રસ્તા કોરાં, કોરાં સાવ કિનારા
મારે ખાતર રોકી લે તું ધકતી આસુંધારા.

ગામ આંગણે પાન ખરે તો ડાળ તને સાંભરશે
આસું વચ્ચે સંતાયેલું ઝાડ પવનથી ડરશે,
એની ટોચે પંખી ન ખાલી, ખાલી સાવ તારા
મારે ખાતર રોકી લે તું ધકતી આસુંધારા.

Related posts:

  1. March 25th, 2009 at 02:08 | #1

    નીરજભાઇ
    છેલ્લી બે પોસ્ટ સાંભળી શકાતી નથી. પ્લેયર પર ‘play’ બટન ક્લિક કરતાં “file not found” -એવો મેસેજ આવે છે.

  2. POOJA PATEL
    April 3rd, 2009 at 08:28 | #2

    THIS IS WONDERFUL NEERAJ BHAI

  1. No trackbacks yet.