આલ્બમ: સમન્વય ૨૦૦૮
સ્વર: આલાપ દેસાઈ
“જરાક જોજો કોઈ ઘાવ ના કરી બેસે,
ઉંચા થનાર બધા હાથ કંઈ સલામ નથી;
જરા સ્વમાન છે તેથી હું ભાવ ખાવ છું,
નહીંતો આમ તો મારાય કશાય કામ નથી.”
મદિરાનું મને આથી શું વધુ શું કામ છે સાકી?
હતું જ્યાં દર્દ દિલમાં ત્યાં હવે આરામ છે સાકી.
અહીં એ યાદ આવે છે અહીં ભૂલું છું દુનિયાને,
સુરાલય મારો રસ્તો છે અને એ ધામ છે સાકી.
ન તું બોલાવ એને એ સુરા પીએ છે આંખોની,
સુરાલય ન આવે એવો એ ‘બેફામ’ છે સાકી.