Archive

Click play to listen all songs in ‘પ્રભુલાલ દ્વિવેદી’ Category
This text will be replaced by the flash music player.

હૃદયના શુદ્ધ પ્રેમીને – પ્રભુલાલ દ્વિવેદી

September 9th, 2009 15 comments

સ્વર: દીપ્તિ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે,
ન પરવા માનની તોયે બધા સન્માન ઓછાં છે.

તારી જવું બહું સહેલું છે, મુશ્કિલ ડૂબવું જેમાં,
અરે એ રસ સરિતાથી ગંગાસ્નાન ઓછાં છે.

પ્રણય કલહે વહે આંસુ ચૂમી ચાંપી હૃદય સ્વામીન,
અરે એ એક પળ માટે જીવનના દાન ઓછાં છે.

taintedsong.com taintedsong.com taintedsong.com

એક સરખા દિવસ સુખના – પ્રભુલાલ દ્વિવેદી

May 1st, 2008 12 comments

મિત્રો,

આજે ૧ મે, આપ સૌને ગુજરાત દિનની શુભેચ્છાઓ. આજનાં દિવસે સાંભળીએ જૂની ગુજરાતી રંગભૂમિ પર ભજવાયેલું એક એવું ગીત જેમાં જીવનનું સત્વ અને તત્વ વ્યક્ત થાય છે. નાટક ‘માલવપતિ મુંજ’માં રજૂ થયેલા આ ગીતનું મુખડું તો આજે કહેવત બની ગયું છે. જય ગુર્જરી.

સ્વર: દીપ્તિ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,
એથી જ શાણા સાહ્યબીમાં લેશ ફુલાતા નથી.

ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા જેને નથી,
એ જ શૂરા જે મુસીબત જોઈ ગભરાતા નથી.

ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે,
જે ચઢે તે પડે, નીયમ બદલાતા નથી.

————————————————–
સાથે સાંભળો જૂની ગુજરાતી રંગભૂમિનાં અન્ય બે ગીતો:
મીઠા લાગ્યા તે મને – પ્રભુલાલ દ્વિવેદી
સાહ્યબો મારો ગુલાબનો છોડ – રઘુનાથ બ્રહ્મભટ્ટ

taintedsong.com taintedsong.com taintedsong.com

મીઠા લાગ્યા તે મને – પ્રભુલાલ દ્વિવેદી

April 7th, 2008 5 comments

પરંપરાગત જૂની ગુજરાતી રંગભૂમિનો એક સુવર્ણયુગ હતો. ગુજરાતનાં ગામડે ગામડે ભજવાયેલા નાટકો માણનારા પ્રેક્ષકો આજે પણ એના સંભારણાથી સમૃધ્ધ હશે. બોલચાલની સીધી સહજ અને સરળ ભાષામાં લખાયેલા, સ્વરબધ્ધ થયેલા અને ગવાયેલા આ ગીતોમાં લોકજીવનમાંથી જન્મેલા અને લોકજીભે સચવાયેલા નવે નવ રસ સામેલ હતાં. આજે સાંભળીયે એવાં જ એક નાટક ‘વડીલોનાં વાંકે’ માટે લખાયેલ આ સુંદર ગીત..

સ્વર: દીપ્તિ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મીઠા લાગ્યા તે મને આજનાં ઉજાગરા,
જોતી ‘તી વાલાની વાટ રે,
અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે..

પગલે પગલે એનાં ભણકારા વાગતાં,
અંતરમાં અમથો ઉચાટ રે,
અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે..

બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં,
વેરણ હિંડોળાખાટ રે,
અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે..

ઘેરાતી આંખડીને દીધાં સોગંદ મેં,
મટકું માર્યું તો તારી વાત રે,
અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે..

taintedsong.com taintedsong.com taintedsong.com