Home > કમલેશ સોનાવાલા, ગઝલ > ઝુલ્ફો તમારી જો – કમલેશ સોનાવાલા

ઝુલ્ફો તમારી જો – કમલેશ સોનાવાલા

સ્વર: પંકજ ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઝુલ્ફો તમારી જો એક રાત બની જાય,
ને નાજુક આ ચહેરો જો ચાંદ બની જાય;
ને હાસ્ય તણા મોતી સિતારા બની જાય,
તો કલમ તણી સ્યાહી મારી ગઝલ બની જાય.

હરિયાળીમાં પુષ્પો ને પાન બની જાય,
ને ભમરા તણું ગુંજન તારું ગાન બની જાય;
ને ટહુકા કોયલની મધુર તાન બની જાય,
ને આપણો આ રસ્તો વૃંદાવન બની જાય.

જો શમણાં તમારા એક શામ બની જાય,
તો શામે મુહબ્બત તારું નામ બની જાય;
ને નશો તારા નામનો મુકામ બની જાય,
તો શમણા તણી ઉંમર ખય્યામ બની જાય.

હથેળીમાં મહેંદીની ભાત બની જાય,
તમે તો જો બોલો તો ગીત બની જાય;
તમે જો ન બોલો તો પ્રીત બની જાય,
ને વણબોલી આ વાણી સંગીત બની જાય.

Please follow and like us:
Pin Share
  1. Ravi Acharya
    July 15th, 2008 at 09:10 | #1

    Kamlesh Sonawala has beautifully captured and crafted an appealing poem. However I feel that Pankaj’s talents have not been exploited to its full potentials by the composer. It could be bettered.

  2. Amba Makanji
    July 15th, 2008 at 09:17 | #2

    ૧૫ જુલાય ૨૦૦૮

    નિરજભાઇ

    ગુડ મૉરર્નિગ
    તમે આજે મને ગઝલ મોક્લીને
    મારો દિવસ ખૂબ જ સરસ રિતે શરૂ કયૉ.
    આ ગઝલ મને ખૂબ જ ગમી છે
    થેન્ક યુ વેરી મચ

    ભાનુબેનના જય જલારામ

  3. July 15th, 2008 at 11:24 | #3

    વાહ … ખૂબ સરસ શબ્દો…!!.. નીરજભાઇ, અભિનંદન .. ઘાસમાંથી સોય ને શોધી ને લાવો છૉ દરેક વખતે ..

  4. pragnaju
    July 15th, 2008 at 14:08 | #4

    કમલેશના મઝાના શબ્દો
    ઝુલ્ફો તમારી જો એક રાત બની જાય,
    ને નાજુક આ ચહેરો જો ચાંદ બની જાય
    બહુ જ સુંદર
    પંકજ ઉધાસની મધુર ગાયકી

  5. Advait Sutaria
    July 16th, 2008 at 14:09 | #5

    wah re garvi gujarat. Jene site banai che ane khub khub saru kaam karyu che gujarati bhasha ne roshan kari khud ugvad kam kariyu apo ne amara khub khub abhinandan JSK

  6. nilam doshi
    July 16th, 2008 at 23:54 | #6

    આપણો રસ્તો વૃંદાવન બની જાય..

    ખૂબ સુન્દર..

  7. July 17th, 2008 at 05:06 | #7

    ghanu saras,shabdo saras chhe.
    prem ne kudarat sathe saras rite sankli lidho che.

  8. July 21st, 2008 at 06:34 | #8

    સુંદર શબ્દો સાથે સુંદર સંગીત

  9. July 23rd, 2008 at 01:37 | #9

    very nice.. simple word with clear romantic msg. thank you for putting on web.

  1. No trackbacks yet.