Archive

Click play to listen all songs in ‘લતા મંગેશકર’ Category
This text will be replaced by the flash music player.

મને ઘેલી ઘેલી જોઈ..

September 2nd, 2008 6 comments

ફિલ્મ: કુલવધુ
સંગીત: કલ્યાણજી – આનંદજી
સ્વર: લતા મંગેશકર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મને ઘેલી ઘેલી જોઈ, મને પૂછશે જો કોઈ,
ગોરી બોલ તારા નૈનોમાં શું છે?
હું તો કહી દઈશ નૈનોમાં તું છે.

મેંતો મનગમતું મોતી લીધું રે ગોતી,
કોઈ જાણે ના જાણે,
આતો ભવની સગાઈ, હું તો ગુંથાઈ,
મનને તાણે-વાણે..
દુનિયાજો પૂછશે કે મનડામાં શું છે?
હું તો કહી દઈશ મનડામાં તું છે.

તારા રંગે રંગાઈ પ્રીતે ભીંજાઈ ચૂંદડી મારી કોરી,
મારા સપનામાં આવી, મુજને લુભાવી,
હૈયું લીધું છે ચોરી..
દુનિયા જો પૂછશે કે હૈયામાં શું છે?
હું તો કહી દઈશ કે હૈયામાં તું છે.

taintedsong.com taintedsong.com taintedsong.com

નૈને નૈન મળે જ્યાં છાના – બરકત વિરાણી ‘બેફામ’

August 28th, 2008 15 comments

ફિલ્મ: અખંડ સૌભાગ્યવતી
સંગીત: કલ્યાણજી-આનંદજી
સ્વર: મુકેશ, લતા મંગેશકર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નૈને નૈન મળે જ્યાં છાના,
થાયે બંને દિલ દિવાના.
તમને પારકા માનું કે માનું પોતાના..

નૈને નૈન મળે જ્યાં છાના,
વાતો હૈયાની કહેવાના.
તમને પારકા માનું કે માનું પોતાના..

વાગ્યા નજરોનાં તીર, થયું મનડું અધીર,
શાને નૈન છૂપાવો ધુંધટમાં.

શરમાઈ ગઈ, ભરમાઈ ગઈ,
મેંતો પ્રીત છૂપાવી અંતરપટમાં,
મનમાં જાગ્યા ભાવ મઝાનાં,
જાણે થઈએ એકબીજાનાં,
તમને પારકા માનું કે માનું પોતાના..

મળે હાથમાં જો હાથ,
મળે હૈયાનો જો સાથ,
મને રાહ મળે મંઝીલની..

રહે સાથ કદમ હોય દર્દ કે ગમ,
દુનિયાથી જુદી છે સફર દિલની.
સાથે કોના થઈ રહેવાના,
કહી દો દિલનાં કે દુનિયાનાં,
તમને પારકા માનું કે માનું પોતાના..

taintedsong.com taintedsong.com taintedsong.com

દીકરીતો પારકી થાપણ કહેવાય – અવિનાશ વ્યાસ

December 14th, 2007 21 comments

સ્વર: લતા મંગેશકર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
—————————
ફરમાઈશ કરનાર મિત્રો: ધ્વનિ, મંથન

taintedsong.com taintedsong.com taintedsong.com

એક રજકણ – હરિન્દ્ર દવે

December 4th, 2007 8 comments

સ્વર: લતા મંગેશકર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઈ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે.

જળને તપ્ત નજરથી શોશી
ચહી રહે ઘન રચવા
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા

વમળ મહીં ચકરાઇ રહે એ કોઈ અકળ મૂંઝવણે.
એક રજકણ…

જ્યોત કને જઈ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઈ લ્હાય
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય

ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ…

taintedsong.com taintedsong.com taintedsong.com

રૂપલે મઢી છે સારી રાત – હરીન્દ્ર દવે

November 19th, 2007 8 comments

સ્વર: દિપાલી સોમૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર: લતા મંગેશકર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સૂરજ ને કોઈ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત રે..
રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનું ઢુંકડૂં ન હોજો પરભાત..

વેળા આવી તો જરા વેણ નાખો વાલમા,
એક જરા મોંઘેરું કહેણ નાખો વાલમા,
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર..દૂર દૂર..
એની મોરલીને સૂરે કરો વાત રે..
રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનું ઢુંકડૂં ન હોજો પરભાત..

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવા રે મહોબ્બતનાં તાણ જરા જોઈ લઉં,
મ્હારા કિનાર રહો દૂર નિત દૂર દૂર..દૂર દૂર..
રહો મજધારે મ્હારી મુલાકાત રે..
રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનુ ઢુંકડૂં ન હોજો પરભાત..

taintedsong.com taintedsong.com taintedsong.com