Archive

Click play to listen all songs in ‘નયનેશ જાની’ Category
This text will be replaced by the flash music player.

તું અને હું જાણે સામા કિનારા – શુકદેવ પંડ્યા

May 11th, 2009 7 comments

સ્વર: નયનેશ જાની, અર્ચના દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તું અને હું જાણે સામા કિનારા,
વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદળ વૈશાખનાં,
મૌન કંઈ કહેતું એ શું?
તું અને હું..

હળવેથી વાતી આ લેહેરાતી લહેરખી
ને લહેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
એમાં કદબંની આ છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?
તું અને હું..

શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલીપો ઓઢીને સૂતું આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર,
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ રૂદિયામાં રોતું એ શું?
તું અને હું..

taintedsong.com taintedsong.com taintedsong.com

સોયમાં દોરો – નીલેશ રાણા

October 13th, 2008 7 comments

સ્વર: નયનેશ જાની

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સોયમાં દોરો પરોવતી જોઈ તને મારામાં સંધાયુ કંઈ,
છમછમ છાલક સમ છલકાયો પળમાં ને મારામાં બંધાતુ કંઈ.

શ્વાસો તારાથી નિ:શ્વાસોથી હું, આ બાંધણીને છોડવી તે કેમ?
તસતસતા કમખામાં, ગુંગળાતા હોય કદી વ્યાકુળ ધબકારાની જેમ,
નજરોમાં રોપાતી મોગરા ‘શી તું, અહીં મુજમાં સુગંધાતુ કંઈ.

છલકાતા રણ પર સરોવર લખાય પણ એ રેતકણમાં કૂંપળનું ફૂટવું,
ઓગળતો તારામાં સ્થિર થઈ આજ હવે હું જ મને મારાથી ઝૂટવું,
હૈયું કપૂર સમ ઉડતું રહ્યું, ને જૂઓ મારામાં ઘેરાતું કંઈ.

taintedsong.com taintedsong.com taintedsong.com

મેં જ તો એને સતત – હર્ષ બ્રહ્મભટ્ટ

August 11th, 2008 6 comments

સ્વરાંકન / સ્વર: નયનેશ જાની

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મેં જ તો એને સતત ઝંખી હતી,
વેદના મારી જીવનસંગી હતી.

વાંસવન જેવું બનેલું મન છતાં,
વાંસળીની ચોતરફ તંગી હતી.

ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા,
જિંદગી હમણાં જ મેં રંગી હતી.

મેં તરાપો પાણીમાં મૂક્યો અને,
એકદમ વ્હેતી નદી થંભી હતી !

taintedsong.com taintedsong.com taintedsong.com

દરિયા સાથે દોસ્તી – સુરેશ દલાલ

April 29th, 2008 6 comments

સ્વર: નયનેશ જાની

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દરિયા સાથે દોસ્તી મારી, નદીઓ સાથે નાતો,
છલાંગ મારતા ઝરણા સાથે, હું તો ગીતો ગાતો..
હું તો ગીતો ગાતો.. દરિયા સાથે..

લીલાંછમ વૃક્ષો વ્હાલા, પહાડો મારા ભેરુ,
વ્હાલું મને લાગે કેવું નાનું અમથું દેરું,
આસુંઓની પાછળ જઈને ક્યારેક હું છુપાતો..
હું તો ગીતો ગાતો.. દરિયા સાથે..

ફૂલ ને ઝાકળ, દળ-વાદળ ને હર્યુંભર્યું આ ઘાસ,
મારો સૌની સાથે કેવો સહજ મળે છે પ્રાસ,
સરોવરનાં આ હંસકમળની સાથે કરતો વાતો..
હું તો ગીતો ગાતો.. દરિયા સાથે..

taintedsong.com taintedsong.com taintedsong.com