Home > ઇંદુલાલ ગાંધી, ગીત > આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી.

આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી.

April 13th, 2007 Leave a comment Go to comments

મા-બાપ ફિલ્મના આ ગીતના એક એક શબ્દો મનડું હલાવી જાય છે…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ ગામે; ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે; પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી; ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું; મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા; મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો; આવ્યો ભીખ માગવા વારો.

  • Share/Bookmark

Related posts:

  1. Kanti Prajapati
    January 13th, 2010 at 17:15 | #1

    મા…………………………આ શબ્દ જ બહુ મોટો ચ્હે ………
    મુખે બોલુ મા ત્યાં તો મને સાચણ બાળપ્ણ સાંભરે, પચિ મોટપ ની મઝા અળગી લાગે ઇ કાગડા…….

Comment pages
1 2 23
  1. October 6th, 2008 at 01:22 | #1
  2. October 6th, 2008 at 01:26 | #2
 

Copy Protected by Chetan's WP-CopyProtect.