હું ક્યાં કહું છું – ‘મરીઝ’
સ્વર: મનહર ઉધાસ
હું ક્યાં કહું છું આપની હા હોવી જોઇયે,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ
પુરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.
એવી તો ભેદી રીતે મને માફ ના કરો,
હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઇએ.
મેં એનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
પ્રુથ્વી ની આ વિશાળતા એમથી નથી ‘મરીઝ’,
એનાં મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.
Related posts:
Categories: આગમન, ગઝલ, મનહર ઉધાસ, મરીઝ gujarati gazal, manhar udhas, Mariz
Email This Post
Print This Post
Email This Post
Print This Post







પ્રુથ્વી ની આ વિશાળતા એમથી નથી ‘મરીઝ’,
એનાં મિલનની ક્યાંક જગા હોવી જોઇએ
i want to know the exact meaning of “MARIZ”
મરિજ તો સવિ નુ નામ ચે.તેનિ દરેક કવિતમા અન્તે તનુ નામ આપેચે
i love this song …thanks
Mariz measn patname of poet