Home > ગઝલ, નયનેશ જાની, ભગવતીકુમાર શર્મા > અમે આંધી વચ્ચે – ભગવતીકુમાર શર્મા

અમે આંધી વચ્ચે – ભગવતીકુમાર શર્મા

સ્વર/સ્વરાંકન: નયનેશ જાની

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ,
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ,
અમે વારસાગત સમસ્યાના માણસ.

કદીથી સદીની અનિદ્રાના માણસ,
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ,
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર ખીણ ધુમ્મસ સૂરજ કે કશું નૈં?
ટુ બી-નૉટ ટુ બી ની હા-ના ના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે,
હતા આપણે મૂળ તડકાના માણસ.

Please follow and like us:
Pin Share
  1. Bharat Atos
    May 13th, 2009 at 12:20 | #1

    વાહ!!!!
    ખૂબ જ સુંદર ગઝલ.
    મારી પાસે આ ગઝલનો એક જ શેર હતો,આજે આખી ગઝલ મળી ગઇ ને તે ખોટ પૂરી થઇ ગઇ.
    નીરજભાઇ આપનો ખુબ ખુબ આભાર.

  2. Divyakant
    May 13th, 2009 at 21:07 | #2

    ફીદા, ફીદા, ગઝલ તે કંઈ ગઝલ છૅ!

  3. Bakula Parikh
    November 18th, 2009 at 10:32 | #3

    @Bharat Atos
    Beautiful gazal! Every word describes the human so wonderfully..

  1. May 31st, 2010 at 15:41 | #1