Home > અવિનાશ વ્યાસ, ગીત, નિશા ઉપાધ્યાય > તમે થોડા થોડા થાવ વરણાગી – અવિનાશ વ્યાસ

તમે થોડા થોડા થાવ વરણાગી – અવિનાશ વ્યાસ

August 2nd, 2007 Leave a comment Go to comments

સ્વર: નીશા ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

નવી ફેશનની ધૂન બધે લાગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

વરણાગી વિરા ની વરણાગી વહુ બનો,
થોડું બંગાળી ને અંગ્રેજી બહુ ભણો,
મારા ભાઇ કેરો ભ્રમ જાય ભાંગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો,
જુઓ લટકાણી લલનાઓ જાગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

કુમકુમ નો ચાંદલો આવડો તે હોય મોટો,
ઊંચો ઊંચો સાડલો પેહર્યો છે સાવ ખોટો,
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

બંગાળી સાડીના લેહરણીયા લેહરાવો,
ઊંચી ઊંચી એડી ની બૂટજોડી મંગાવો,
હવે નવયુગની વાંસલડી વાગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

Please follow and like us:
Pin Share
  1. Prashant
    March 25th, 2008 at 03:13 | #1

    નીરજભાઇ,

    રણકાર ખરેખર ગુજરાતી ભાશાનો રણકાર છે.
    અને તમારા આ પ્રયત્ન બદલ ખુબખુબ આભાર અને ભવિષ્યમા આવી જ રીતે તમે ગુર્જરીને દુનીયાભરમા ફેલાવો એવી હાર્દિક શુભેચ્છાઓ.

    અને હા, જો તમને મળે તો એક ગરબો “તારા નામની ચુન્દડી ઓઢી એક જ જોગણ ભટકે છે…” રણકાર મા ઉમેરવા વિનન્તિ.

    જો મને આ ગરબો મળશે તો હુ ચોક્કસ આપનો સમ્પર્ક કરીશ્.

    શુભેચ્છા સહ્,
    પ્રશાન્ત ગામી.

  2. DIPAK SHAH
    December 29th, 2008 at 23:19 | #2

    ઘણા સમયથિ આ ગરબાને શોધતો હતો આજે મલિ ગયો
    આભાર

  3. June 15th, 2009 at 15:51 | #3

    JAI SHREE KRISHANA,
    BEAUTIFUL SONG, I HEARD IT AFTER A VERY LONG TIME,TX FOR SHARING.
    BUT THE ORIGINAL SONG IS MORE BEAUTIFUL.
    PLS DO PUT THE NAME OF THE SILM AS WELL.

    ALL THE BEST
    NISHA PATEL
    [LONDON]

  4. July 17th, 2009 at 03:39 | #4

    આ ગીત મૂળ ગીતા દત્તના સ્વરમાં ફિલ્મ “ગુણસુંદરીનો ઘરસંસાર” માટે ગવાયું હતું. ગીતા દત્તના સ્વરમાં અહિં સાંભળી શકાશે.
    http://preetnageet.blogspot.com/2009/07/blog-post_17.html

  5. July 17th, 2009 at 19:35 | #5

    ફિલ્મ ના નામમાં સુધારો છે. ફિલ્મઃ ગુણસુંદરી (૧૯૪૮)

  1. No trackbacks yet.