Home > ગઝલ, પાર્થિવ ગોહિલ, શૂન્ય પાલનપુરી > ક્ષમા કરી દે – શૂન્ય પાલનપુરી

ક્ષમા કરી દે – શૂન્ય પાલનપુરી

સ્વર: પાર્થિવ ગોહિલ

તોફાનને સમર્પી અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે;
હોડીનું એક રમકડું તૂટ્યું તો થઇ ગયું શું?
મોજાની બળહઠ છે સાગર ક્ષમા કરી દે.

હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ
પળ પળની વેદનાઓ, પળ પળની યાતનાઓ;
તારું દીધેલું જીવન મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને ઈશ્વર ક્ષમા કરી દે.

કાંટો છે લાગણીનો, વજનો છે બુદ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ,
હે મિત્ર તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર ક્ષમા કરી દે.

Related posts:

  1. July 10th, 2009 at 12:22 | #1

    બહુ સરસ

  2. July 10th, 2009 at 12:22 | #2

    સુંદર રચના… મનહર ગાયકી…

  3. Bharat Atos
    July 10th, 2009 at 13:43 | #3

    સુદર રચના

  4. July 10th, 2009 at 14:26 | #4

    ક્યા બાત્..ઘ ..ણા વ્ખ્તે આ સામ્ભ્ળીને મજા આવિ .ગૌરાન્ગ વ્યાસનિ અદ ભુત સ્વર રચના.

  5. sujata
    July 10th, 2009 at 18:29 | #5

    બ હો ત ખુ બ્…………

  6. sudhir patel
    July 11th, 2009 at 04:56 | #6

    પાર્થિવની ગાયકીએ આ ગઝલને નવી જ ઊંચાઈ પર લઈ જાય છે!
    સુધીર પટેલ.

  7. ashutosh shukla
    July 11th, 2009 at 14:33 | #7

    Great …. Ghazal & Rendering both…

  8. Naishadh Pandya
    July 12th, 2009 at 10:41 | #8

    ગઝલ ના મૂડ પ્રમાણે નુ સન્ગીત અને અતિસુન્દર રજુઆત. ભાઈ પાર્થિવને અભિનન્દન.

  9. July 12th, 2009 at 16:52 | #9

    Rather interesting. Has few times re-read for this purpose to remember. Thanks for interesting article. Waiting for trackback

  10. July 14th, 2009 at 17:09 | #10

    nice one.. !!

  11. POOJA PATEL
    July 15th, 2009 at 07:17 | #11

    what a wording exellent

  12. kantilal kallaiwalla
    July 15th, 2009 at 08:40 | #12

    The best Ghazal.Wordings are poweful.Meaning is excellent.Voice of the singer is very good to let words speak what they want

  13. July 21st, 2009 at 19:48 | #13

    ખુબ સુન્દર ગઝલ અને સુન્દર અવાજ ભાઈ મજા આવિ ગઈ.

  1. No trackbacks yet.