Home > કૃષ્ણગીત, પુરષોત્તમ ઉપાધ્યાય, મહેશ શાહ > દ્વારિકાની દુનિયામાં – મહેશ શાહ

દ્વારિકાની દુનિયામાં – મહેશ શાહ

સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દ્વારિકાની દુનિયામાં કેમ તમે રહેશો?
કેમ કરી તમને તે ફાવશે?
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે.

કેવું બપોર તમે વાંસળીનાં સૂર થકી
વાયરાની જેમ હતા ઠારતા !
પાંપણમાં પૂરેલી ગાયો લઈ સાંજ પળે
તમે પાદરની વાટને મઠારતા.
મોરપિચ્છ ખોસીને ફરતા બેફામ
હવે સોનાનો ભાર કેવો લાગશે?
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે.

માખણની જેમ ક્યાંક હૈયું યે ચોરતા
ને ક્યાંક વળી કરતા ઉદારતા
ગોવર્ધન જીતવા છતાં ય એક રાધાની
તમે પાસે અનાયાસે હારતા.
રાજ તણી રમતોમાં નહીં ચાલે હારીને,
જીતવાનું ઠેર ઠેર આવશે.
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે.

Please follow and like us:
Pin Share
  1. MDGandhi, U.S.A.
    July 13th, 2009 at 06:50 | #1

    જ્યારે પિયર છોડીને દીકરી સાસરે જાય ત્યારે તેને નવું નવું લાગેને? આજે કૃષ્ણને પણ એવું જ લાગતું હશે?

    સરસ કૃષ્ણગીત છે.

  2. July 14th, 2009 at 03:56 | #2

    વાહ્…

  3. July 14th, 2009 at 17:03 | #3

    સરસ … !!

  4. POOJA PATEL
    July 15th, 2009 at 07:07 | #4

    સરસ ……..

  5. Vinod
    July 15th, 2009 at 22:09 | #5

    very well worded,reminded me of drarika/gokul/mathura

  6. Rajesh Kotecha
    July 22nd, 2009 at 18:43 | #6

    વેરિઅએશ્ન વધારે ચ્હે…

  7. pratik shah
    March 12th, 2010 at 18:06 | #7

    MIND BLOWING……………..
    BHAGWAN KRISHNA NI JIVAN MA NAJAR KARIE TO EK J VAT APNE RUVATA ADDHAR KARI DEY K
    “”BHAGWAN MATHURA ANE VRAJ TAME CHODYU J KEM?””

  8. janakray bhatt
    April 24th, 2016 at 21:56 | #8

    ગોપીઓ ની વિરહ વેદના ને શ્રી કૃષ્ણ ને દ્વારકા નહી ગમે એવી ચિંતા માં કવી એ ભાવવાહી રીતે રજુ કરી, અને પુરુષોત્તમ ભાઈ એ ભાવપૂર્ણ સ્વરાંકિત કરી. બહુ આનંદ થયો.

  1. No trackbacks yet.