આલ્બમ: આલાપ
સ્વર: મનહર ઉધાસ
“હતી દ્રષ્ટિ પરંતુ એમાં કંઈ રંગીનતા નો’તી,
હ્રદય શું છે મને એ વાતની કંઈ કલ્પના નો’તી,
તમારા સમ તમે આવ્યા જીવનમાં એની પેહલાં તો
પરીઓની કથાઓ પર, જરાયે આસ્થા નો’તી.”
– સૈફ પાલનપુરી
કહેતા જે દાદી વારતા, એવી પરી છે દોસ્ત
આંખોમાં એની યાદની મહેફીલ ભરી છે દોસ્ત
પાદરની ભીની મહેકથી ભીનો હજીયે છું
ખળખળ નદી આ લોહીની નસમાં ભરી છે દોસ્ત
એઓ ખરા છે આમ તો, એ તો કબુલ પણ
મારીય વાત આમ જુઓ તો ખરી છે દોસ્ત
‘કૈલાસ’ એને ભૂલવું સંભવ નથી છતાં
ભૂલી જવાની આમ તો કોશીશ કરી છે દોસ્ત