Home > ગઝલ, મેઘના ખારોડ, રાહી ઓઢારીયા > હું મળું – રાહી ઓઢારીયા

હું મળું – રાહી ઓઢારીયા

સ્વર: મેઘના ખારોડ
આલ્બમ: દર્પણ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“જરાક જોઈ લે તારા હૃદયના દર્પણમાં,
બધું જ આવી જશે આપોઆપ સમજણમાં;
પ્રયત્ન કર જરા તું પ્રેમને સમજવાનો,
તને દેખાઇશ હું તારા અનોખા સગપણમાં.”

દર્પણ મહી નિહાળોતો દર્પણમાં હું મળું,
તમને તમારા સઘળા એ વળગણમાં હું મળું.

શ્વાસોના તારે જેનું ભર્યું છે ભરત તમે,
એ ચાકડા ટોડલિયા ને તોરણમાં હું મળું.

જ્યાં જ્યાં નજર તમારી પડે હું જ, હું જ, હું,
ઘરમાં દીવાલે બારીએ આંગણમાં હું મળું.

સુખના સમયની ચલના સમો ‘રાહી’ હું નથી.
દુ:ખના સમયની આખરી ક્ષણ ક્ષણમાં હું મળું.

Please follow and like us:
Pin Share
  1. Maheshchandra Naik
    July 30th, 2009 at 03:42 | #1

    નવી જ રચના સાભંળવા મળી અભાર….

  2. ashish kharod
    August 2nd, 2009 at 15:30 | #2

    @Maheshchandra Naik
    આભાર

  3. August 5th, 2009 at 13:35 | #3

    અવાજ બહુ મધુર છે.

  4. sudhir patel
    August 13th, 2009 at 04:03 | #4

    ભાવનગરના જ કવિ-મિત્ર રાહી ઓધારીયાની સરસ ગઝલ અને મેઘનાબેનનો પણ સુરીલો અવાજ – સોનામાં સુગંધ સમું! માણવાની મજા આવી. આભાર.
    સુધીર પટેલ.

  5. ramdevsinh zala
    April 2nd, 2011 at 07:43 | #5

    સુંદર રચના ને મધુર સ્વર મળે એટલે મજાજ આવે ,રચના રાહીભાઈની અને મેઘનાબેન નો અવાજ સરસ સંગીત સાથે સાંભળવાની મજા આવી,ભાવાનગરીઓનો આભાર .
    રામદેવસિંહ ઝાલા

  1. No trackbacks yet.