Home > ગીત, જયંત પાઠક, નયનેશ જાની > થોડો વગડાનો શ્વાસ – જયંત પાઠક

થોડો વગડાનો શ્વાસ – જયંત પાઠક

સ્વર: નયનેશ જાની

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર,
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડા પિયે ને
પિયે માટીની ગંધ મારા મૂળ,
અડધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અડધું તે તમરાંનુ કુળ;
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

Please follow and like us:
Pin Share
  1. July 31st, 2009 at 12:33 | #1

    અદભુત ગીત અને એવું જ અદભુત સ્વરાંકન… વાહ!

    આ ગીત મેહુલ સુરતીના સ્વરાંકનમાં દ્રવિતા ચોક્સીના અવાજમાં સાંભળવું પણ એક લ્હાવો છે…

  2. July 31st, 2009 at 15:01 | #2

    સાચી વાત છે… એકદમ મસ્ત-મજાનું ગીત અને નયનેશભાઈનું સ્વરાંકન પણ સ-રસ થયું છે. અત્યાર સુધી મેં પણ માત્ર મેહુલનાં સ્વરાંકન અને દ્રવિતાનાં સ્વરમાં જ આ સાંભળ્યું ને ખૂબ માણ્યું હતું; જે અહીં ટહુકા પર સાંભળી શકાશે. http://tahuko.com/?p=645 એકદમ અલગ સંગીત અને ગાયિકી…!

  3. July 31st, 2009 at 17:57 | #3

    સરસ ગીત અને સારુ ગવાયુ અને ખુબ મજા આવિ.

  4. Maheshchandra Naik
    July 31st, 2009 at 20:19 | #4

    સરસ ગીત અને શ્રી જયન્તભાઈ, મેહુલ સુરતી, દ્રવિતા ચોક્સી સાથે અમે પણ સુરતના, બધાને લાઈવ માણ્યા છે એટલે આજે કેનેડામા આ ગીત સામ્ભળવાનો વિશેષ આનદ થઈ ગયો આપનો આભાર……..

  5. August 5th, 2009 at 13:34 | #5

    જયંત પાઠકના કાવ્યોની વિશેષતા છે ગ્રામ્ય અને લોકધબકારનો જીવંત અનુભવ.
    આ સ્વરાંકન અને ગાયન કાવ્યના ભાવને સરસ રીતે નીખારે છે.

  6. vihar.eternity
    May 10th, 2013 at 08:42 | #6

    સાંભળી નથી શકાતું 🙁 file not found…

    • May 10th, 2013 at 09:38 | #7

      ગીત ફરી મૂક્યું છે. હવે સાંભળી શકાશે.

  7. vihar.eternity
    May 17th, 2013 at 04:51 | #8

    આભાર નીરજભાઈ……

  1. No trackbacks yet.