આલ્બમ: સંજીવન

સ્વર: ભુપિન્દર સીંગ, મિતાલી સીંગ



તારા નયનથી જામ ઢળીને બની ગયો છે સાગરજી,
સુંદર છીપો સર્જન થાતાં ઊંડે અધવચ જળમાંજી.

હૈયું શું છે? પીડા શું છે? જઈ પૂછો દરીયાનેજી,
જિંદગીની ખારાશ છૂપી છે જઈ એને પેટાળેજી.

સગરાશા મોજાની માફક શ્વાસ ભલે અહીં ચાલુજી,
દિલની ભીતર દરિયો છૂપ્યો બેઉ અમે તો સરખાજી.

નદી તણાં જળથી ના મીટે પ્યાસ કદી શાયરજી,
સાગર તારા જેવી આદત ધરવા ખારાં પાણીજી.

પત્થર નાખી ઘાયલ કરશો કાંઠે જઈ સાગરનેજી,
તો પણ ગાશે ગઝલ ફરીથી મોજાનાં ઘુઘવાટેજી.