આછી આછી રે મધરાતે – રમેશ પારેખ

August 12th, 2009 Leave a comment Go to comments

સ્વર: વિરાજ – બીજલ ઉપાધ્યાય
સ્વરકાર: રવિન નાયક

આછી આછી રે મધરાતે જીવણ જોયો રે તને,
આછો ઊંઘમાં જીલ્યો, આછો જાગમાં જીલાયો,
જીલાયો ખરબચડા આંસુથી જીવણ રોયો રે તને..

ઝાડીએ ચઢીને અમે ઝુલાણતો દેખ્યો,
ભાઈ ફળીયે મસુજડાનું ઝાડ,
અમે રે જીવણ બંધે પરબીડિયુંને,
તમે કાગળની માંહ્યલું લખાણ.
મારાં વેણુંને આ ભાવે જીવણ, મોહ્યો રે તને…

ઘાસની સળીએ ભોંય વીંધતી ઉગે રે
આવું અમને તો ઉગતા ન આવડ્યું,
ઓછાં ઓછાં અણધેરી છાતીએ ઉભાર્યા
પછી આભ લાગી પૂગતા ન આવડ્યું.
પછી પાછલી પરોઢે જીવણ ખોયો રે તને…

Related posts:

  1. August 12th, 2009 at 12:27 | #1

    વાહ… સરસ કાવ્ય !

  2. dinesh Chandarana
    August 12th, 2009 at 15:34 | #2

    hi.
    Nareshbhai thank you very much i am enjoying all the songs you mailing to us.Keep it up with all the good job you doing.if you have got KRISHNA SUDAMANI JODI.Plesae send me one.
    Regards,
    Dinesh.

  3. Prashant Patel
    August 12th, 2009 at 16:52 | #3

    નરેશભાઇ,
    રવિન નુ સ્વરાન્કન ગમ્યુ. પણ ધાર્યા કરતા થોડુ જુદુ છે અને શબ્દોનો મર્મ જડવાયો હોય એવુ નથી લાગતુ. અમર ભટ્ટ ના શબ્દનો સ્વરાભિષેક ની રચના સાભડ્યા પછી કદાચ થોદો bias આવી ગયો હશે. બને તો એ રચના પ્રસ્તુત કરશો તો એ પણ મહાલિએ!
    પ્રશાન્ત

  4. August 12th, 2009 at 17:50 | #4

    સરસ.

  5. Maheshchandra Naik
    August 12th, 2009 at 19:37 | #5

    સરસ કાવ્ય અને શ્ર રવિન નાયકનુ સ્વરાન્કન અને બહેનોની ગાયકી, કશેક સામ્ભળ્યુ હોવાનુ ધ્યાન છે, પરન્તુ ફરીથી સામ્ભળવાનો પણ ખુબ આનદ આવ્યો, આભાર……………

  6. sudhir patel
    August 13th, 2009 at 03:53 | #6

    રમેશ એટલે રમેશ એટલે રમેશ ! પછી એને સૂર-સંગીતનાં કોઈપણ વાઘા પહેરાવો એ વધારામાં!!
    સુધીર પટેલ.

  7. jitendra shah
    October 20th, 2011 at 17:40 | #7

    તમારા ગીતો થી અમે બહુજ પ્રભાવિત થયા છીએ
    જીતેન્દ્ર શાહ

  1. No trackbacks yet.