આજ વગડાવો વગડાવો…
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
શરણાયું ને ઢોલ નગારા… શરણાયું ને ઢોલ..
આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે..
સખી રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે..
મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ.
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ..
આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે.
હું કે ‘દી રંગાણી એના રંગમાં રે..
હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર..
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ..
No related posts.









વાહ ! બહુ મજાનુઁ ગેીત શોધેી લાવ્યા. આભાર !
સરસ ગીત, આભાર …………..
બહુ મજા આવી ગઈ હોં, નીરજભાઈ… આભાર…
Aaj Vagadavo Vagadavo Ruda Sharnaiyon ne dho – સરસ ગરબો , આભાર
સ્વર અરવિદ બરોટ અને પ્રિતિ ગજ્જર
સન્ગિત પન્કજ ભટ્ટ્
દિગ્દર્શક ભાવિન ખખર
કોરિઓ ગ્રાફિ માલા મહેતા
ઝકાર ગ્રુપ અને ક્થ્થક્ કેન્દ્ર્ રાજકોટ
અમારે તમારા ગુજરાતી દાયરો જોક્સ ફેમસ ગુજરાતી ગીત ગુજરાતી નાટક અમારા એમી email ઉપર મોકલશો તો અમને બહુજ આનંદ થશે
શ્રીયુત નીરજભાઈ,આપની આ ગુજરાતી ગીતોની સાઈટ ખુબ પ્રશંસાને પાત્ર છે મારી એક આપને વિનંતી છે કે
કવિ સુન્દરમ લિખિત ગીત મારી બંસીમાં બોલ બે વગાડીતુજા ઓરીજીનલ ગવાયેલું સાંભળવાની ઈચ્છા છે સાઈટ ઉપર મૂકી શકાય તો આપનો આભારી થઈશ
શૈલેન્દ્ર માંકડ નાં સ્નેહ વંદન