તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી – સુરેશ દલાલ
પ્રસ્તાવના: તુષાર શુક્લ
સ્વર: દિપાલી સોમૈયા
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી,
ને મને સૂતીને સપને જગાડ્યા કરી.
બાંવરી આ અંખ મારી આમતેમ ઘૂમે,
ને ઝાંઝરથી લજ્જા વેરાય,
એકલીના મહેલમાં ઓશીકે જોઈ લ્યોને
મધુવનમાં વાયુ લહેરાય.
હું તો બાહુના બંધમાં બંધાયા કરી,
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી..
નીલરંગી છાંય થઈ તારો આ સૂર મારી
યમુનાના વહેણ માંહી દોડે,
જાગીને જોઉં તો જાણું નહીં કે
કેમ મોરપીંછ મહેકે અંબોડે.
મને અનહદના રંગમાં ડૂબાડ્યા કરી,
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી..
Related posts:









સરસ ગીત અને મધુર અવાજ!
સુધીર પટેલ.
સરસ રાધાકિશનનુ ગીત, ગાયકી પણ સરસ, જન્માષ્ટ્મીનો વિશેષ મહોલ બની રહ્યો, આપનો આભાર………………..