મોર બની થનગાટ કરે – ઝવેરચંદ મેઘાણી
સ્વર: જીતુદાન ગઢવી
બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે
મોર બની થનગાટ કરે..
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે
નવે ધાનભરી મારી સીમ ઝૂલે
નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકઐને મેંડક મેંહસું નેહસું બાત કરે
ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે
મન મોર બની થનગાટ કરે..
નવ મેઘ તણે નીલ આંજણિયે મારા ઘેઘૂર નૈન ઝગાટ કરે
મારા લોચનમાં મદઘેન ભરે
મારી આતમ લે’ર બિછાત કરે
સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે
ઓ રે ! મેઘ અષાઢીલો આજ મારે દોય નેન નિલાંજન-ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે..
ઓલી કોણ કરી લટ મોકળીયુ ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઉભેલ અરે
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે..
નદીતીર કેરા કુણા ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે
પટ-કુળ નવે પાણી-ઘાટ પરે
એની સુનમાં મીટ મંડાઇ રહી
એની ગાગર નીર તણાઇ રહી
એને ઘર જવા દરકાર નહી
મુખ માલતીફૂલની કુંપળ ચાવતી કોણ બીજા કેરૂં ધ્યાન ધરે
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે
મન મોર બની થનગાટ કરે..
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુકની ડાળ પરે
ચકચૂર બની ફૂલ-ડાળ પરે
વીખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે
શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
મન મોર બની થનગાટ કરે..
—————————————————-
સાભાર: વીકીસોર્સ
Related posts:









Hi Niraj – I trust all is well with you and yours.
While I still have to hear from you about a particular Gujrati song I was looking for, I have a more simple question to ask:; Have you across any Gujarati songs sung by Kirtidan Gadhvi of Rajkot? If yes, pls let me know and how I can listen to this . Thank you very much – Vipin
વાહ… ઘણા સમયે આ કવિતા વાંચવાની થઈ… ગમ્યું.. આભાર…
સાહેબજી આ ગીત મોકલવા વિંનતિ કરુ છુ…
સરસ ગીત, સૌરાષ્ટની સોરઠી ભાષામા અને સુન્દર ગાયકી, અભિનદન અને આપનો આભાર….
ભાઈ ભાઈ………….જલ્સો પડી ગયો………
બહુ સરસ, સુન્દર ગાયકિ, અભિનન્દન
બહુ જામો પડી ગયો
વીસાલ જોસી
અરે ભૈ, મુમ્બૈ ના મારા ઘર થિ પલક વાર મા ગામ ના પાદરે દાય્રરા મા. મન તન શરિર તર્બોલ થૈ ગયા.આભાર શબ્દ નાનો પદે. અમિશ શાહ
jay bavishi mataji
jitudan gathvi na aavaj ma khub sharsh che””””””””””””””””””””””””””””””
હૈયુ અને મન બન્ને ધન્ય ધન્ય થઇ ગયા. ખુબ ખુબ આભાર્.
SUPPER COLLECTION FOR JAVERCHAND MEGHANI’S POEM
BUT I WANT MORE SONG FOR JAVERCHAND’S
PLS DO THE NEED FULL ‘
CHANDRESH MARU
બાળપણ ના ગીત ની એક કડી યાદ આવેછે. “દુખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગ વાળાને
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી ” આભાર જો મળી શકે.
આંખ બંધ કરી ને સાંભળ્યું તો લાગ્યું કે સૌરાષ્ટ્ર પહોચી ગયો
“જય ભારત ” “વંદે માતરમ ”
આજના ૬૩ માં પર્જા સત્તાક દિન /પર્વ ની શુભ કામના અને તમામ ભારત વાશી ઓ અંતર ની શુભ કામના ..
આજ થી ૩૬ વરસ પહેલા આપણે ગુલામ હતા . પણ સ્વચ્છંદ ના હતા ..
આજે આપણે બધા જે સ્વતન્તર છીએ પણ કેટલા સ્વચ્છંદ છીએ ???
અગાઉ આપણે રાજા ની વિરુધ બોલી પણ સક્ત્તા અને આજે ???
પૂજ્ય મહાન્ત્માં ગાંધી અને સરદાર પટેલ / અનામી /નામી શહીદો ની કુરબાની થી આપણને આઝાદી મળી ,
તે તમામ ને અતાર્કરણ થી યાદ કરી ને તમામ શહીદો ને ભાવ ભરી શ્રધાંજલિ …
શાંતિ …શાંતિ …શાંતિ…
29/01/2012
kotada bavishi 360530