ફરતાં ફરતાં નિર્જન વનમાં – નીનુ મઝુમદાર
સ્વર: ધનાશ્રી પંડિત
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ફરતાં ફરતાં નિર્જન વનમાં એક સહચરની યાદ આવી ગઈ,
એક ડાળ હતી ને હતો માળો, મુજને ઘરની યાદ આવી ગઈ.
ત્યાં વેરવિખેર હતાં ફૂલો ને એકલું બુલબુલ રોતું હતું,
સૈયાદે દયાથી ખોલ્યું હતું તે પિંજરની યાદ આવી ગઈ.
અરમાન વહીને દિલમાંથી પલકોના કિનારા શોધે છે,
નયનોમાં તરતા જીવનને કોઈ સાગરની યાદ આવી ગઈ.
ત્યાં પાછળ માર્ગ હતો સૂનો ને આગળ પણ સુમસામ હતું,
એકાકી નિરંજનને ત્યારે સચરાચરની યાદ આવી ગઈ.
superb… !!
my fav. singer !!
“એક ડાળ હતી ને હતો માળો, મુજને ઘરની યાદ આવી ગઈ”. ગમે ત્યાં જાવ પણ ઘરની યાદ આવવાનીજ.
સરસ ગઝલ છે.
સરસ રચના…
એકાકીપણાની વાત કરતી સરસ ગઝલ,
સરસ.