Home > કાંતિ અશોક, પુરષોત્તમ ઉપાધ્યાય, પ્રાર્થના-ભજન, હંસા દવે > પાપની બેડલી બૂડે રે બૂડે – કાંતિ અશોક

પાપની બેડલી બૂડે રે બૂડે – કાંતિ અશોક

September 10th, 2009 Leave a comment Go to comments

સંગીત: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પાપની બેડલી બૂડે રે બૂડે
સતની બેડલી તરે રે તરે.
ધર્મની ધરી પર કર્મનો ચાકડો ફરે રે ફરે.

સાચને આંચ એવું કરીશ મા,
ને આ રે દાનવતામાં પગલું ભરીશ મા,
સંયમ વિનાના આભેથી તારલા ખરે રે ખરે.

કરમાં ભાલો શોભે અને કેસર રૂપ શરીર,
લીલે ઘોડલે કરે સવારી હે રણુજાનો રામદેવ પીર.
ધર્મની ધરી પર કર્મનો ચાકડો ફરે રે ફરે.

  1. જય પટેલ
    September 10th, 2009 at 14:22 | #1

    શ્રી કાંતિ અશોકની કલમમાંથી પ્રગટ્યું ક્રાંતિકારી ભજન..!!

    ધર્મની ધરી પર કર્મનો ચાકડો ફરે રે ફરે.
    સુંદર કલ્પના.

    બેલડીની ગાયિકી પણ ભાવવાહી.
    ભજનની ગાયિકી જ્યારે હ્રદયમાંથી નીકળે ત્યારે ભજન હ્રદય સોંસરવું ઉતરી જાય.

  1. No trackbacks yet.