કરીએ નિત્ય વંદન – રાજેન્દ્ર ઠાકર

આલ્બમ: Love is Blind

સ્વર: શાન, સાધના સરગમ



કરીએ નિત્ય વંદન ઓ જગતપિતા,
આપો મતિ એવી રહીએ તુજથી ડરતા,
કરી શકીએ જગતમાં અમે સર્વ કામ,
તુજ અમ માતાને તુજ છે પિતા.

કરો કૃપા પ્રભુ, આપો આશિષ વિભુ
કરો કૃપા પ્રભુ, કરો કલ્યાણ સર્વદા.

અંતરની આંખો તમે અમને આપી,
સીમા ઉપકારની ના શકાય માપી.
રહીએ નિષ્કામ અમે, ના મનમાં આંખોથી વિકાર,
રહેમ કરો પ્રભુજી, હૈયે ના હમ ના શિકાર,
રહે યાદ તારી અંતરમાં વ્યાપી.

કરો કૃપા પ્રભુ, આપો આશિષ વિભુ
કરો કૃપા પ્રભુ, કરો કલ્યાણ સર્વદા.

ના છીએ ના થઈએ અમે પરાધીન,
કરી સદા ઉદ્યમ બનીએ સ્વાધીન.
કલાને સંગીતની કરીએ સાધના,
પ્રેમથી કરતા રહીએ તારી આરાધના,
આપો શક્તિ એવી થાય સફળ ઉપાસના.

કરો કૃપા પ્રભુ, આપો આશિષ વિભુ
કરો કૃપા પ્રભુ, કરો કલ્યાણ સર્વદા.