પલક પલક મોરી આંખ નિહાળે – સુન્દરમ
સ્વર: રવિન નાયક
પલક પલક મોરી આંખ નિહાળે,
મલક મલક તુજ મુખ મલકે,
આજ અમારા સાગરતટ પર
શો તારો રસ છલકે.
જલ પવનના ઘોડા અટકીયા,
મન મૃગ તણા ઠેકા ન ટકિયા
હો અકલિત ને કલિત કરી તુજ
પાંપણ શી અપલક પલકે.
મંદિર વિષે દીપક પ્રગટિયા
દીપમાં ઉદ્દીપ ઘટિયા.
નૈણ નૈણ તુજ નૈણ પરોવી
શો તુજ ઘઘનાંમ્બર ઢળકે.
Related posts:









માનવ,પ્રક્રુતિ અને ઈશ્વર અનુસન્ધાન શબ્દથી સાધવાની ક્ષમતાનુ અનુપમ ઉદાહરણ સુન્દરમનુ આ કાવ્ય છે.
સ્વરાન્કન અને ગાન પણ ઉત્તમ છે.
સુંદર કાવ્ય અને ગાન.
very nice poetry & marvellous singing
superb … very nicely sung !!
અદભૂત ….!!