Home > પ્રાર્થના-ભજન, સુરેશ દલાલ, હેમા દેસાઈ > મનના મેવાડમાં – સુરેશ દલાલ

મનના મેવાડમાં – સુરેશ દલાલ

October 2nd, 2009 Leave a comment Go to comments

સ્વરાંકન: આશિત દેસાઈ
સ્વર: હેમા દેસાઈ

મનના મેવાડમાં એક રાણો વસે છે ,
એ રાણાને અહીંથી ઉથાપો કોઈ;
મને મીરાંનું પાગલપન આપો કોઈ.

મને મેવાડી મહેલ હવે જોઈતા નથી,
હીરા-મોતીના હેલ હવે જોઈતા નથી.
મારા જ કરંડિયાને સાપ તો ડસે,
એ સાપને તો અહીંથી ઉથાપો કોઈ.
મને મીરાંનું વૃંદાવન આપો કોઈ.

હરિ આવનના અવાજને સાંભળ્યા કરું,
અહીં દિવસને રાત દીપ બળ્યા કરું.
નૈનન મેં નંદલાલ એવા શ્વાસે,
મને પ્રીતિ પુરાતન આપો કોઈ.
મને મીરાંનું વૈરાગન આપો કોઈ,
હવે સાંવરિયો મનભાવન સ્થાપો કોઈ.

Related posts:

  1. Kanubhai Suchak
    October 2nd, 2009 at 13:24 | #1

    નીરજભાઇ,
    છેલ્લા અન્તરાની બીજી લીટીમા ‘બાળ્યા’ અને ત્રીજી લીટીમા ‘શ્વસે’ એ રીતે સુધારી લેશો.
    હેમાબેને સરસ ગાયુ છે.

  2. October 2nd, 2009 at 14:19 | #2

    ખુબ સરસ .

  3. Gandi M.D., U.S.A.
    October 3rd, 2009 at 18:35 | #3

    જાણે મીરા બનીને મીરાના હૃદયમાંથી આવતી હોય તેવા શુદ્ધ ભાવથી કવિ પ્રાર્થના કરે છે.

  1. No trackbacks yet.