Home > ઉદય મઝુમદાર, ગીત, મુકેશ જોષી, રેખા ત્રિવેદી > રહેજો મારી સાથે સાજન – મુકેશ જોષી

રહેજો મારી સાથે સાજન – મુકેશ જોષી

October 5th, 2009 Leave a comment Go to comments

સ્વર: ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રહેજો મારી સાથે સાજન, રહેજો મારી સાથે
હોવ તમે તો સૂરજ સાથે, ઊગું હુંય પ્રભાતે.

કૉલ દીધા જીવનના સજની,
મેઘધનુષના ઘરમાં પેસી જોશું મીઠા સપનાં.
રહેજો મારી સાથે સાજન..

સાજન મારી આભ તમારી આંખોથી છલકાતું,
એક જ મીઠી નજરે મારું જોબનીયું મલકાતું.
ખુશ્બુ ખુશ્બુ થઇ જાતું આ જીવન વાતે વાતે.
રહેજો મારી સાથે સાજન..

ભૂલ ન નાનું ગામ ને મારા ગામની છે તું રાણી,
વ્હાલ ભરેલો દરિયો એનું માપું હું કેમે પાણી.
જળમાં રમતી માછલીઓ શી આંખની તારી રટના.
રહેજો મારી સાથે સાજન..

પ્રીતની મોસમ તમે કહ્યું તો હૈયે આવી બેઠી,
મારે માટે તડકાની તે આવન-જાવન વેઠી.
આપણી હોડી પાર થવાની, હરીનો હાથ છે માથે.
રહેજો મારી સાથે સાજન..

Please follow and like us:
Pin Share
  1. Maheshchandra Naik
    October 6th, 2009 at 02:42 | #1

    સાજન અને સજનીની વાતો જ નિરાળી હોય છે, નોખી હોય છે, સરસ ગીત અને સરસ ગાયકી…..આપનો આભાર…..

  1. No trackbacks yet.