Home > અશ્વૈર્યા મજમુદાર, ગીત, મેઘબિંદુ > મેં તો ચાંદલો કર્યો છે તારા નામનો – મેઘબિંદુ

મેં તો ચાંદલો કર્યો છે તારા નામનો – મેઘબિંદુ

October 6th, 2009 Leave a comment Go to comments

સ્વર: ઐશ્વર્યા મજમુદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મેં તો ચાંદલો કર્યો છે તારા નામનો,
ન્હોતું પૂછ્યું તને છે કિયા ગામનો.

તારી આંખોમાં તેજ કૈક એવું જોયું
અંજાઈ ગઈ મારી આંખો,
સાચું કહું તો મને તારા સિવાય હવે
લાગે મલક સૌ ઝાંખો.
તને પામ્યા પછી મને લાગ્યો ન ભાર
ક્યારેય કોઈ સંતાપનો.
મેં તો ચાંદલો કર્યો છે…

તારી એ વાંસળીમાં એવું કેવું જાદુ,
તને મળવાની ઈચ્છાઓ જાગે.
યમુના, કદંબવૃક્ષ, મોરપિચ્છ મને
વ્હાલા વ્હાલા વ્હાલા બહુ લાગે.
રમતા ગોવાળિયાઓ સાથે રહીને
તું પર્વત ગોવર્ધન ઉપાડતો.
મેં તો ચાંદલો કર્યો છે…

Please follow and like us:
Pin Share
  1. Gandhi M.D., U.S.A.
    October 6th, 2009 at 17:33 | #1

    બહુ સરસ ગીત છે. ક્યાંય કૃષ્ણ કે રાધાનું નામ જ નથી આવતું છતા સમજી જવાય છે.

  1. No trackbacks yet.