Archive

Click play to listen all songs in ‘મુકેશ જોષી’ Category
This text will be replaced by the flash music player.

આંખમાંથી શું ઝરે છે – મુકેશ જોષી

February 24th, 2014 8 comments
આલ્બમ:ગઝલ Trio
સ્વરકાર:આલાપ દેસાઈ
સ્વર:આલાપ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આંખમાંથી શું ઝરે છે શી ખબર?
જે દિવસ છોડી દીધું તારું નગર.

એક પળ તારા વિના ના રહી શકું
તું રહે આરામથી મારા વગર.

જીવથી એને વધુ ચાહીશ હું
લાવશે તારા મિલનની જે ખબર.

લાગણી મારી છે આયુર્વેદ શી
એટલે મોડી તને થશે અસર.

હોત તું પત્થર તો સારું થાત કે
હું તને પૂજી શકત પૂછ્યા વગર.

taintedsong.com taintedsong.com taintedsong.com

બાઈ રે મને આજ – મુકેશ જોષી

May 12th, 2012 1 comment
આલ્બમ:સાત સૂરોના સરનામે
સ્વર:બિજલ ઉપાધ્યાય, વિરાજ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બાઈ રે મને આજ કો’કે લીંબોળી મારી
હું તો છટકીને ભાગવા ગઈ
કો’ક નજર્યુંની વાડ અડી ભારી..

લીંબોળી વાગીને આખુંયે અંગ કાંઈ એવું દુખે કાંઈ દુખે,
લીંબોળી મારીને મરકી જનારનું નામ નથી લેવાતું મુખે.
હું તો બારણાં બીડેલા રાખું તો ઉઘડી જતી કેમ બારી..
બાઈ રે.. મને આજ કો’કે લીંબોળી મારી..

હવે આંખોથી ટપકે ઉજાગરાં ને નીંદર તો શમણાની વાટે,
છાતીના ધબકારા લૂંટી ગયું કોઈ નાનકડી લીંબોળી સાથે.
હું તો આખાયે ગામને જીતી ને લીંબોળી સામે ગઈ હારી.
બાઈ રે.. મને આજ કો’કે લીંબોળી મારી..

લીંબોળીમાં તો બાઈ કેટલાય લીંબડા ને લીંબડાને કેટલીય ડાળી,
ડાળી પર કોયલ ને કોયલના ટહુકા ને ટહુકામાં પ્રિત ના ધરાણી
અરર બાઈ રે કેવી નવાઈ, હું તો ટહુકે હણાઈ પરભારી.
બાઈ રે.. મને આજ કો’કે લીંબોળી મારી..

taintedsong.com taintedsong.com taintedsong.com

તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ? – મુકેશ જોષી

January 12th, 2012 11 comments
સ્વરકાર:કેદાર ઉપાધ્યાય
સ્વર:કેદાર ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીયે જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવા હોય તોય કોઈના મારગથી કાંટાઓ શોધ્યાં ?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઈના તડકાઓ અંગ ઉપર ઓઢ્યાં ?
તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યાં છો ?
તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ?

તમે કોઈની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો ?
તમે કોઈના આભને મેઘધનુષ આપવા પોતાનાસુરજને ખોયો ?
તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં માથું મૂકીને રડ્યા છો?
તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ?

taintedsong.com taintedsong.com taintedsong.com

સુખની આખી ઇન્ડેક્સ – મુકેશ જોષી

April 12th, 2010 7 comments
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:નયનેશ જાની
સ્વર:નયનેશ જાની

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સુખની આખી ઇન્ડેક્સ અને અંદર દુ:ખના પ્રકરણ,
તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ.

પૂંઠા વચ્ચે પાનાં બાંધ્યા, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને પાને પાનાં વાંચે.
પથ્થરના વરસાદ વચાળે કેમ બચાવો દર્પણ?

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવા લાયક,
તમે ફેરવો પાનાંને એ પુસ્તકમાંથી ગાયબ.
ફાટેલાં પાનાંના જેવાં ફાટી જાતાં સગપણ.

આ લેખક પણ કેવો એને દાદ આપવી પડશે,
લખે કિતાબો લાખો પણ ના નામ છપાવે કશે.
હશે કદાચિત લેખકજીને પીડા નામે વળગણ.
———————————————————
સાભાર: રીડગુજરાતી

taintedsong.com taintedsong.com taintedsong.com

હરિનો કાગળ આવ્યો આજ – મુકેશ જોષી

February 22nd, 2010 4 comments
આલ્બમ:સમન્વય ૨૦૦૫
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:હેમા દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હરિનો કાગળ આવ્યો આજ
જાણે મારા હાથને ઝાલ્યો, એવી આવે લાજ.
હરિનો કાગળ આવ્યો આજ..

હરિ લખે એ વાંચી જાવા આંખો ક્યાંથી લાવું?
હું તો સાવ અભણ કોની પાસે જઈ વંચાવું?
કાગળને પણ કંઠ હોત તો થોડો હોત અવાજ.
હરિનો કાગળ આવ્યો આજ..

અક્ષર સાથે છેટું એ શું નથી જાણતા હરિ?
કાગળ પણ લખિયો તો લખિયો પાનેપાનાં ભરી,
મને ભરી જો હોત હેતથી, કેવા કરતી સાજ.
હરિનો કાગળ આવ્યો આજ..

કાગળનો છે અર્થ, હરિ પણ સ્મરણ કરે છે મારું,
હુંય હરિને ગમું અહો એ લાગે કેવું સારું.
હરિ તમે જાતે આવીને હેલ ઉતારો રાજ,
હરિનો કાગળ આવ્યો આજ..

taintedsong.com taintedsong.com taintedsong.com