હરિનો કાગળ આવ્યો આજ – મુકેશ જોષી
સ્વરાંકન: આશિત દેસાઈ
સ્વર: હેમા દેસાઈ
હરિનો કાગળ આવ્યો આજ
જાણે મારા હાથને ઝાલ્યો, એવી આવે લાજ.
હરિનો કાગળ આવ્યો આજ..
હરિ લખે એ વાંચી જાવા આંખો ક્યાંથી લાવું?
હું તો સાવ અભણ કોની પાસે જઈ વંચાવું?
કાગળને પણ કંઠ હોત તો થોડો હોત અવાજ.
હરિનો કાગળ આવ્યો આજ..
અક્ષર સાથે છેટું એ શું નથી જાણતા હરિ?
કાગળ પણ લખિયો તો લખિયો પાનેપાનાં ભરી,
મને ભરી જો હોત હેતથી, કેવા કરતી સાજ.
હરિનો કાગળ આવ્યો આજ..
કાગળનો છે અર્થ, હરિ પણ સ્મરણ કરે છે મારું,
હુંય હરિને ગમું અહો એ લાગે કેવું સારું.
હરિ તમે જાતે આવીને હેલ ઉતારો રાજ,
હરિનો કાગળ આવ્યો આજ..
Related posts:









ખૂબ જ સુંદર ભાવવાહી ગીત…
હેમાબેને પણ ખૂબ જ મલાવી-મલાવીને અદભુત રીતે ગાયું છે.. રણકારના બધા ઑડિયો આજ-કાલ અવારનવાર સાંભળવાનું મન થાય એવા હોય છે…
આભાર!
ખુબજ સુન્દર્
thank you
Hari ane Haribhaktana darshan Thaaya evun sundar kavya chhe. Hemabene khoob bhavpoorvak premthi gaayun chhe.