Home > ગીત, પાર્થિવ ગોહિલ, રમેશ પારેખ > એક છોકરાએ સિટીનો – રમેશ પારેખ

એક છોકરાએ સિટીનો – રમેશ પારેખ

October 22nd, 2009 Leave a comment Go to comments

સ્વર: પાર્થિવ ગોહિલ

એક છોકરાએ સિટીનો હિંચકો બનાવી
એક છોકરીને કીધું લે ઝૂલ.

છોકરાએ સપનાનું ખીસું ફંફોસી
ને સોનેરી ચોકલેટ કાઢી રે,
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ
ફેંકી કઈ ચિઠ્ઠીઓ અષાઠી રે.
સીધી લીટીનો સાવ છોકરો
ને પલાળ્યો તો બની ગયો બે ત્રણ વર્તુળ.
એક છોકરાએ…

છોકરીને શું એ તો ઝૂલી એ પછી
એને ઘેર જતા થયું સહેજ મોડું રે,
જે કંઈ થયું એ તો છોકરાને થયું
એના સાન-ભાન ચરી ગયું ઘોડું રે.
બાપની પેઢીએ બેસીને ચોપડામાં
રોજ રોજ ચીતરતો ફૂલ.
એક છોકરાએ..

Related posts:

  1. M.D.Gandhi, U.S.A.
    October 22nd, 2009 at 17:27 | #1

    મસ્ત મસ્ત ગીત. દિવસે પણ મનમાં ને મનમાં સપના જોવાના.

  2. Maheshchandra Naik
    October 23rd, 2009 at 00:26 | #2

    મનોમન માણવાનુ ગીત …..

  3. November 6th, 2009 at 10:05 | #3

    વાહ વાહ.. બહુ દિવસ પછી આવી તારી સાઈટ પર.. અને ર્.પા મળ્યા..!! અને એમાય મારી ગમતી રચના.. આભાર દોસ્ત…

  1. No trackbacks yet.