Home > કૃષ્ણગીત, શ્યામલ મુન્શી > પછી પગલાં ગણ્યાથી – પુરુરાજ જોશી

પછી પગલાં ગણ્યાથી – પુરુરાજ જોશી

October 26th, 2009 Leave a comment Go to comments

પ્રસ્તાવના: તુષાર શુક્લ
સ્વર: શ્યામલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પછી પગલાં ગણ્યાથી પંથ પૂરો ન થાય
ને વનરાવન પણ ગમતું લાગતું,
જેવું મારગમાં મોરપિચ્છ ભાળું કે
કાળજડે કાનાનું ના હોવું વાગતું.

આ તે યમુનાનો કાંઠો એ ધીકતું મસાણ
લાખ શમણાની ભડભડતી ચેહ,
અહીં શ્યામના કંઠે ના ડુસકા દબાય
અને દરિયા પર દાખવ્યો તે નેહ.
અરે કાગળમાં ચીતરી શી સુનમુન આ ગાયો,
ચરવામાં ચિત્ત નથી લાગતું.

આ તે આંસુ ખરે કે ખરે પાંદડા કદંબના
ને વરસે છે આભલેથી આગ,
વિરહમાં ઓગળ્યા રંગને ઉમંગ
કહો કેમ કરી ઉજવવા ફાગ.
ભલે આંસુથી ખરડાતો ગોવર્ધન પહાડ
ને નિસાસે વનરાવન દાઝતું.

Please follow and like us:
Pin Share
  1. Prashant Patel
    November 2nd, 2009 at 17:51 | #1

    એક તો મારગે મળેલા મોરપિચ્છની વેધકતા અને ઉપર શ્યામલભાઇનો દર્દિલો કંઠ…પછી કાન્હાના ના હોવાનું દર્દ કેમ ના મહેસુસ થાય!

    વાહ, પુરુરાજભાઇ, વાહ.

  2. Harendra
    December 6th, 2009 at 20:28 | #2

    Excellent voice and nice composition.

  3. December 13th, 2009 at 05:05 | #3

    Dear Niraj
    Not receiving any new works after 12th Nov. We are starving.
    hope you are alright and working hard to send new things alike you sent in past.
    Regards

  1. No trackbacks yet.