આલ્બમ: સંવેદન
સ્વર: રૂપકુમાર રાઠોડ
ચાંદ સમા ચહેરા તણી તસ્વીર બનાવી દઉં,
એ રીતે તમને નયનના ખ્વાબ બનાવી દઉં.
ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં,
એ રીતે તમને અમારા શ્વાસ બનાવી દઉં.
શબ્દો તણા પુષ્પો ગુંથી ગજરો બનાવી દઉં,
એ રીતે તમને ગઝલના પ્રાસ બનાવી દઉં.
સાકી સુરા અને શાયરી મહોબ્બત બનાવી દઉં,
એ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં.
હથેળી તણી લકીરને કિસ્મત બનાવી દઉં,
એ રીતે જીવવા તણું બહાનું બનાવી દઉં.
અટકી ગઈ જ્યાં જિંદગી મંઝીલ બનાવી દઉં,
એ રીતે ખાલી કબર બિસ્તર બનાવી દઉં.
કલ્પવૃક્ષની છાંવમાં મંદિર બનાવી દઉં,
એ રીતે પથ્થર તને ઈશ્વર બનાવી દઉં.