Home > અમર ભટ્ટ, ગઝલ, મકરંદ દવે > છેલ્લા કિરણને ભાળી લઉં – મકરંદ દવે

છેલ્લા કિરણને ભાળી લઉં – મકરંદ દવે

November 3rd, 2009 Leave a comment Go to comments

સ્વરાંકન: દક્ષેશ ધ્રુવ
સ્વર: અમર ભટ્ટ

છેલ્લા કિરણને ભાળી લઉં આંખો ભરી ભરી,
પાપણને પછી ઢાળી લઉં આંખો ભરી ભરી.

આ આપણી ઉદાર ને રમણીય પૃથ્વીને,
રાજી કરું, સંભાળી લઉં આંખો ભરી ભરી.

આંજણ ની સાથ ક્યાંક તો કણું પડ્યું હશે,
હળવેથી એ પલાળી લઉં આંખો ભરી ભરી.

Related posts:

  1. Maheshchandra Naik
    November 3rd, 2009 at 22:37 | #1

    સરસ સ્વરાન્કન, સરસ ગાયકી અને શ્રી મકરન્દભાઈના શબ્દો બેમિસાલ હોય જ, આભાર…

  1. No trackbacks yet.