મારા હૃદયની વાત – મનોજ મુની

સ્વર: સોલી કાપડિયા



મારા હૃદયની વાત તને કહી રહ્યો છું આજ,
વર્ષો વીતે ફરી મળ્યા તો વહી રહ્યો છું આજ.

કાલે સવાર પડતાં ને ઝાકળ ઉડી જશે,
ખરતાં ફૂલો મહીં જરા સુગંધ રહી જશે.
ફૂલો આંસુઓની કથા કહી રહ્યો છું આજ.
મારા હૃદયની..

દરિયો ઉલેચ્યો પાંપણે, આંખે ઉકેલી રેત,
મરજીવા થઈ મૃગજળ તણા માંડી ‘તી કેવી ખેપ.
મોટી થવાની કોરી વ્યથા કહી રહ્યો છું આજ.
મારા હૃદયની..

નજરું ભરી ભરી પ્રથમ મેં હેત ઠાલવ્યો,
સાનિધ્ય લઈ સ્મૃતિનું પછી મૌન જાળવ્યું.
શબ્દો શેરી સાંકડી ભેદી રહ્યો છું આજ,
પૂછ્યું તમે કે કેમ છો, પીગળી રહ્યો છું આજ.