મારા સાથિયામાં એક રંગ ઓછો પડે – અવિનાશ વ્યાસ
સ્વર: વિરાજ – બીજલ ઉપાધ્યાય
ગોત્યો મેં ઉષામાં, ગોત્યો મેં સંધ્યામાં
ગોતી ગોતી થાકી તો યે ક્યાંક ના જડે
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે
ઓલ્યો કાજળનો રંગ, ઓલ્યો કુમકુમનો રંગ
ઓલી મહેંદીનો રંગ, ફોર્યાં ફૂલડાંનો રંગ
મારા નંદવાયા કાળજાની કોર ના ચડે
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે
રંગીલો મોરલો ને નવલી કંકાવટી
સપ્તરંગી લહેરીયું વર્ષા લહેરાવતી
મારી સંગ મારા આંસુનો રંગ પણ રડે
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે
પુરી અધુરી મારા જીવનની રંગોળી
કોણ એમાં મનગમતો રંગ દેશે ઢોળી
હું રંગથી ભરી છતાં ન રંગ સાંપડે
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે
Related posts:









એક્દમ સરસ છે..!
મારી સંગ મારા આંસુનો રંગ પણ રડે
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે
આ પંક્તિઓ હ્રદય ને આંસુઓ થી રંગી દે છે..
“Was wonderful to be able to find the lyrics and play the song – like all in one after ~40 years. My heartfelt thanks.
બહુ સરસ ગીત છે અને અવાજ પણ બહુ મીઠો મધુરો છે.
beautiful! I played this over and and over again!
AVINASH VYAS IS AN EXCELLENT POET AND THESE SINGERS ARE SUPERB!
THANKS FOR THIS TREAT!
EXCELLENT! THANKS FOR THE TREAT! KEEP UP THE GOOD WORK. I ENJOY THESE BEAUTIFUL DELICIOUS VOICES!
મેં આ ગીત ૧૯૬૦ માં સાંભળ્યું હતું, જયારે પરિવર્તન નામની નૃત્યનાટિકા હર્ષદ બારોટના સંચાલન હેઠળ અવિનાશભાઈ પૂર્વ આફ્રિકા ખાતે લાવ્યા હતા. આ ગીત એક ગરબાના રૂપમાં રજુ કરવામાં આવ્યું હતું અને અહીં બે બહેનોએ ગાયું છે તેના કરતાં ત્રણ ઘણી ગતિએ એ ગવાયું હતું. તેની મજા, મીઠાશ અને હલક આ રજુઆતમાં દેખાતી નથી. ફરી એકવાર ગતિ વધારી ગાવા જેવું છે.